ગાંધીનગર-મહેસાણામાં શેરબજારમાં રોકાણના નામે છેતરપીંડી કરતી ‘સેધાજી ગેંગ’ સામે ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી
મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) : ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપીને નિર્દોષ નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરતી કથિત ‘સેધાજી ગેંગ’ સામે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ ગેંગના સભ્યો
ગાંધીનગર-મહેસાણામાં શેરબજારમાં રોકાણના નામે છેતરપીંડી કરતી ‘સેધાજી ગેંગ’ સામે ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી


મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) : ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપીને નિર્દોષ નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરતી કથિત ‘સેધાજી ગેંગ’ સામે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ ગેંગના સભ્યો ડમી એજન્ટ બની લોકોને શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને વિશ્વાસમાં લેતા અને વધુ વળતરની લાલચ આપીને મોટી રકમ પડાવી લેતા હતા.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ વિવિધ માધ્યમો દ્વારા લોકોનો સંપર્ક કરી પોતાને રોકાણ સલાહકાર અથવા એજન્ટ તરીકે રજૂ કરતા હતા. શરૂઆતમાં થોડો નફો બતાવી વિશ્વાસ કેળવ્યા બાદ મોટી રકમનું રોકાણ કરાવી છેતરપીંડી આચરતા હતા. આ રીતે અનેક નિર્દોષ રોકાણકારોને મોટું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે ગેંગ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ અથવા નેટવર્ક સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

પોલીસે નાગરિકોને અજાણી વ્યક્તિઓ અથવા બિનઅધિકૃત એજન્ટોની લાલચમાં આવી રોકાણ ન કરવા, રોકાણ કરતા પહેલાં કંપની અને સલાહકારની વિશ્વસનીયતા ચકાસવા તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande