ચોમાસામાં સુગમ વાહનવ્યવહાર માટે માર્ગ અને મકાન વિભાગનું આગોતરું આયોજન, બે મહત્વના માર્ગો પર ડામરના પ્રથમ સ્તરની કામગીરી પૂર્ણ
મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) : ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને કારણે માર્ગો પર વાહનવ્યવહાર પ્રભાવિત ન થાય તે માટે મહેસાણા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગે આગોતરું આયોજન કરીને માર્ગોની જાળવણી અને મરામત કામગીરી હાથ ધરી છે. તેના ભાગરૂપે કડી-થોળ-સા
ચોમાસામાં સુગમ વાહનવ્યવહાર માટે માર્ગ અને મકાન વિભાગનું આગોતરું આયોજન, બે મહત્વના માર્ગો પર ડામરના પ્રથમ સ્તરની કામગીરી પૂર્ણ


મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) : ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને કારણે માર્ગો પર વાહનવ્યવહાર પ્રભાવિત ન થાય તે માટે મહેસાણા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગે આગોતરું આયોજન કરીને માર્ગોની જાળવણી અને મરામત કામગીરી હાથ ધરી છે. તેના ભાગરૂપે કડી-થોળ-સાણંદ માર્ગ તેમજ મહેસાણા-બલોલ-કાલરી માર્ગ પર ડામરના પ્રથમ સ્તરની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

વિભાગ દ્વારા સમયસર હાથ ધરાયેલી કામગીરીના કારણે ભારે વરસાદ વચ્ચે પણ આ બંને મહત્વના માર્ગો પર વાહનવ્યવહાર સરળ અને સલામત બની રહ્યો છે. ખાસ કરીને રોજિંદા અવરજવર કરતા વાહનચાલકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને આ કામગીરીથી નોંધપાત્ર રાહત મળી છે.

માર્ગ પર ડામરનું પ્રથમ સ્તર પૂર્ણ થતાં રસ્તાની મજબૂતીમાં વધારો થયો છે અને ખાડા તથા માર્ગને થતા નુકસાનમાં ઘટાડો થતાં અકસ્માતની સંભાવનાઓ પણ ઓછી થઈ છે. વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન અન્ય માર્ગો પર પણ સતત દેખરેખ રાખી જરૂરી જાળવણી અને સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે.

માર્ગ અને મકાન વિભાગના આ આગોતરા આયોજન અને ઝડપી કામગીરીને કારણે ચોમાસામાં પણ જિલ્લામાં વાહનવ્યવહાર મોટાભાગે પૂર્વવત રહ્યો છે. સ્થાનિકોએ તંત્રની કામગીરીની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે સમયસર કરાયેલી જાળવણીના કારણે મુસાફરી વધુ સુરક્ષિત અને સુગમ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande