ઊંઝામાં ઝાડ ધરાશાયી થતાં મહિલાનું મોત, ભારે વરસાદ વચ્ચે સર્જાઈ દુર્ઘટના
મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે ઊંઝા શહેરના ઉમિયા નગરી વિસ્તારમાં દુઃખદ ઘટના બની છે. વિસ્તારમાં એક વિશાળ ઝાડ અચાનક ધરાશાયી થતાં તેની નીચે દટાઈ ગયેલી રમીલાબેન નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું
ઊંઝામાં ઝાડ ધરાશાયી થતાં મહિલાનું મોત, ભારે વરસાદ વચ્ચે સર્જાઈ દુર્ઘટના


મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે ઊંઝા શહેરના ઉમિયા નગરી વિસ્તારમાં દુઃખદ ઘટના બની છે. વિસ્તારમાં એક વિશાળ ઝાડ અચાનક ધરાશાયી થતાં તેની નીચે દટાઈ ગયેલી રમીલાબેન નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ભારે વરસાદ અને પવનના કારણે ઝાડ ધરાશાયી થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. બાદમાં પોલીસ અને સંબંધિત તંત્રની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને મહિલાને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, ગંભીર ઇજાઓના કારણે તેમનું મોત થયું હતું.

ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તંત્ર દ્વારા ઝાડ ધરાશાયી થવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને નાગરિકોને જૂના વૃક્ષો, વીજ થાંભલા તેમજ જોખમી સ્થળોથી દૂર રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ઘટનાને લઈને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande