વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ મહારાણી રૂપાળીબા લેડી હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી
પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.) : વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ પોરબંદર સ્થિત મહારાણી રૂપાળીબા લેડી હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓને મળી તેમની સારવાર, સુવિધાઓ અને હોસ્પિટલમાં મળતી સેવાઓ અંગે સીધો પ્રતિસાદ મેળવ્યો હતો. તેમણે આરોગ્ય સેવાઓ વધુ સુલ
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ મહારાણી રૂપાળીબા લેડી હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી.

પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.) : વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ પોરબંદર સ્થિત મહારાણી રૂપાળીબા લેડી હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓને મળી તેમની સારવાર, સુવિધાઓ અને હોસ્પિટલમાં મળતી સેવાઓ અંગે સીધો પ્રતિસાદ મેળવ્યો હતો. તેમણે આરોગ્ય સેવાઓ વધુ સુલભ, ગુણવત્તાસભર અને દર્દીકેન્દ્રિત બને તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

મુલાકાત દરમિયાન મંત્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોની કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ઓપીડી વિભાગ, એક્ઝામિનેશન રૂમ, સોનોગ્રાફી રૂમ, OBG & ANC વિભાગ, નવજીવન કક્ષ, PMJAY વિભાગ, કાંગારુ કેર રૂમ, SNCU, સેમિનાર રૂમ, ઓપરેશન થિયેટર, વાત્સલ્ય કેન્દ્ર તેમજ મમતા ક્લિનિકની મુલાકાત લઈ સારવાર વ્યવસ્થા, સ્વચ્છતા, ઉપલબ્ધ સાધનો, દર્દીઓની સુવિધાઓ અને આરોગ્ય કર્મચારીઓની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

ખાસ કરીને માતા અને નવજાત શિશુને આપવામાં આવતી સેવાઓ અંગે તેમણે માહિતી મેળવી હતી. કાંગારુ કેર રૂમ, SNCU અને નવજીવન કક્ષમાં ઉપલબ્ધ સારવાર અને સંભાળની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ હોસ્પિટલમાં આવનારા દરેક દર્દીને સમયસર, સંવેદનશીલ અને ગુણવત્તાસભર સારવાર મળે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો.

આ તકે મેયર સાગર મોદી, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન રામદેભાઈ મોઢવાડીયા, સિડીએમઓ ડૉ. દિવ્યા દાગા, મેડિકલ સુપ્રીડન્ટ ડૉ. ગૌરવ ભંભાણી, એડિશનલ મેડિકલ સુપ્રીડન્ટ ડૉ. લિઝા સોજીત્રા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande