પ્રથમ વરસાદે જ ખુલ્લી પાડી પાલિકાની પોલ! બાપોદ-આજવા રોડ પર ખાડાઓથી વાહનચાલકો પરેશાન
વડોદરા , 25 જુલાઈ (હિ.સ.).વડોદરામાં ચોમાસાના પ્રથમ જ વરસાદે મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ પર સવાલો ઊભા કર્યા છે. શહેરના બાપોદ અને આજવા રોડ સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર મોટા ખાડાઓ અને ભુવા પડતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્
ખાડા


વડોદરા , 25 જુલાઈ (હિ.સ.).વડોદરામાં ચોમાસાના પ્રથમ જ વરસાદે મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ પર સવાલો ઊભા કર્યા છે. શહેરના બાપોદ અને આજવા રોડ સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર મોટા ખાડાઓ અને ભુવા પડતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વડોદરા શહેરમાં વરસાદની પ્રથમ જ ઝાપટા સાથે રસ્તાઓની વાસ્તવિક સ્થિતિ સામે આવી ગઈ છે. બાપોદ વિસ્તારમાં મુખ્ય માર્ગો પર મોટા-મોટા ખાડાઓ પડતાં રોજિંદા વાહનવ્યવહાર પર ગંભીર અસર જોવા મળી રહી છે.

રસ્તા પર પડેલા કમ્મરતોડ ખાડાઓના કારણે વાહનચાલકોને વાહન ધીમું ચલાવવાની ફરજ પડી રહી છે, જ્યારે બાઈકચાલકો માટે અકસ્માતનો ખતરો પણ વધી ગયો છે. અનેક સ્થળોએ લોકો અકસ્માતની ભીતિ વચ્ચે અવરજવર કરવા મજબૂર બન્યા છે.

બીજી તરફ આજવા રોડ વિસ્તારમાં પણ યોગ્ય પુરાણ અને ગુણવત્તાયુક્ત કામગીરી ન થતાં રસ્તા પર ભુવા પડવાની ઘટનાઓ સામે આવી છે. વરસાદી પાણી સાથે રસ્તાની નબળી ગુણવત્તા પણ બહાર આવી જતાં મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે રસ્તાના સમારકામ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ તૂટી પડતા વિકાસના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.

સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક ખાડાઓનું સમારકામ કરવા, જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં ગુણવત્તાયુક્ત માર્ગ નિર્માણ સુનિશ્ચિત કરવાની માંગ ઉઠાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande