વડોદરામાં ભીમ આર્મી અને વિદ્યાર્થી સંગઠનોનું વિરોધ પ્રદર્શન, પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતાની માંગ
વડોદરા , 25 જુલાઈ (હિ.સ.) વડોદરામાં ભીમ આર્મી ભારત એકતા મિશન, આઝાદ સમાજ પાર્ટી અને વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું. કાર્યકરોએ રેલી સ્વરૂપે પહોંચી રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું અને પરીક્ષા ત
આવેદનપત્ર


આવેદનપત્ર


વડોદરા , 25 જુલાઈ (હિ.સ.) વડોદરામાં ભીમ આર્મી ભારત એકતા મિશન, આઝાદ સમાજ પાર્ટી અને વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું. કાર્યકરોએ રેલી સ્વરૂપે પહોંચી રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું અને પરીક્ષા તથા ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા તેમજ વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી.

વડોદરાના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભીમ આર્મી ભારત એકતા મિશન, આઝાદ સમાજ પાર્ટી અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. હાથમાં પોસ્ટર, બેનર અને પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરતા કાર્યકરો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.

અહીં મામલતદાર મારફતે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રજૂઆતમાં જણાવાયું હતું કે દેશની શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા જળવાઈ રહે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિષ્પક્ષતા સુનિશ્ચિત થાય અને ભરતી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા માટે જરૂરી સુધારા કરવામાં આવે.

સંગઠનોએ તાજેતરના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ પણ ઉઠાવી હતી. સાથે જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારોને ₹1 કરોડની આર્થિક સહાય આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.

વિરોધ પ્રદર્શનના અંતે સંગઠનોએ પરીક્ષા અને ભરતી વ્યવસ્થામાં જવાબદારી નક્કી કરવા, પારદર્શિતા વધારવા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે પોતાનું આવેદનપત્ર જિલ્લા તંત્રને સુપરત કર્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande