રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાંતલપુરના વરસાદી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતમાં કાદવમાં ફસાયા
પાટણ, 25 જુલાઈ (હિ.સ.) : સાંતલપુર તાલુકાના વરસાદી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત દરમિયાન રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર બાબરા ગામના પરા વિસ્તારમાં અસરગ્રસ્ત ઘરો સુધી પહોંચતા પહેલાં જ ઢીંચણ સુધીના ભારે કાદવમાં ફસાઈ ગયા હતા. સતત પાણી અને ભીની ચીકણી મા
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાંતલપુરના વરસાદી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતમાં કાદવમાં ફસાયા


પાટણ, 25 જુલાઈ (હિ.સ.) : સાંતલપુર તાલુકાના વરસાદી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત દરમિયાન રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર બાબરા ગામના પરા વિસ્તારમાં અસરગ્રસ્ત ઘરો સુધી પહોંચતા પહેલાં જ ઢીંચણ સુધીના ભારે કાદવમાં ફસાઈ ગયા હતા. સતત પાણી અને ભીની ચીકણી માટીને કારણે ત્યાંનો માર્ગ અત્યંત મુશ્કેલ બન્યો હતો.

ધારાસભ્યને આ કપરી સ્થિતિમાંથી બહાર કાઢવા માટે તાલુકા પંચાયત સદસ્ય જીવણ આહીર, સ્થાનિક આગેવાનો અને પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી. તેમને ખભાથી પકડીને તેમજ ઊંચકીને માંડ-માંડ કાદવમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

આ બચાવ કામગીરી દરમિયાન ધારાસભ્યને મદદ કરવા માટે આગળ આવેલા કેટલાક અન્ય સ્થાનિક લોકો પણ કાદવમાં ફસાઈ ગયા હતા, જેના કારણે સ્થળ પર થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande