વરસાદના વિરામ બાદ ઉમરપાડા–બિલવણ–વડપાડા રોડ પર માર્ગ મરામતની કામગીરી પ્રગતિમાં
સુરત, 25 જુલાઈ (હિ.સ.): સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલ ઉમરપાડા–બિલવણ–વડપાડા રોડના કિ.મી. 5/4થી 5/6 વચ્ચે તાજેતરમાં થયેલા સતત અને ભારે વરસાદના કારણે માર્ગની સપાટી પર નુકસાન, ખાડાઓ તેમજ પેવમેન્ટમાં ધોવાણ સર્જાયું હતું. વરસાદના વિરામ બાદ માર્ગ અ
Surat


સુરત, 25 જુલાઈ (હિ.સ.): સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલ ઉમરપાડા–બિલવણ–વડપાડા રોડના કિ.મી. 5/4થી 5/6 વચ્ચે તાજેતરમાં થયેલા સતત અને ભારે વરસાદના કારણે માર્ગની સપાટી પર નુકસાન, ખાડાઓ તેમજ પેવમેન્ટમાં ધોવાણ સર્જાયું હતું. વરસાદના વિરામ બાદ માર્ગ અને મકાન વિભાગ–2 દ્વારા સ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરીને માર્ગને સુરક્ષિત, મજબૂત અને વાહનવ્યવહારલાયક બનાવવા માટે માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

માર્ગની ગુણવત્તા અને દીર્ઘકાલીન મજબૂતી સુનિશ્ચિત થાય તે માટે ક્ષતિગ્રસ્ત ભાગમાંથી ઢીલી તથા નુકસાનગ્રસ્ત સામગ્રી દૂર કરીને જરૂરી લેવલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ નિર્ધારિત ધોરણો મુજબ જી.એસ.બી. પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેના ઉપર રબલ તથા જરૂરી માપના મેટલનો ઉપયોગ કરીને માર્ગનો મજબૂત પાયો તૈયાર કરવામાં આવી રહ્યો છે. માર્ગના તમામ સ્તરોનું યોગ્ય કોમ્પેક્શન કરીને માર્ગને વધુ ટકાઉ, સુરક્ષિત અને લાંબા સમય સુધી ઉપયોગી રહે તે દિશામાં કામગીરી પ્રગતિમાં છે.

વરસાદી પાણીનો અસરકારક નિકાલ થઈ શકે તે માટે માર્ગની બંને બાજુ આવેલી સાઇડ ડ્રેઈનો તેમજ કુદરતી પાણીના વહેણના માર્ગોની સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. કામગીરી દરમિયાન વાહનવ્યવહાર પર ન્યૂનતમ અસર થાય તે માટે જરૂરી ટ્રાફિક વ્યવસ્થા, બેરિકેડિંગ, ચેતવણી સૂચક બોર્ડ અને માર્ગદર્શક નિશાનીઓ મૂકીને વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

માર્ગ અને મકાન વિભાગ–2ના અધિકારીઓ દ્વારા કામગીરીની નિયમિત દેખરેખ રાખવામાં આવી રહી છે. કામગીરી નિર્ધારિત ગુણવત્તાના ધોરણો મુજબ અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે કોન્ટ્રાક્ટર તથા સંબંધિત સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે.

માર્ગ મરામતની કામગીરી પૂર્ણ થયા બાદ ઉમરપાડા–બિલવણ–વડપાડા માર્ગ વધુ મજબૂત, સુરક્ષિત અને સુગમ બનશે. પરિણામે સ્થાનિક નાગરિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ દૈનિક મુસાફરોને વધુ સલામત અને સુવિધાજનક અવરજવરનો લાભ મળશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદી ઋતુ દરમિયાન માર્ગોની સ્થિતિ પર સતત નજર રાખી જરૂરી સ્થળોએ સમયસર મરામત કામગીરી હાથ ધરી જનસુવિધા અને સલામત વાહનવ્યવહાર સુનિશ્ચિત કરવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande