10 વર્ષ થી ફરાર સજા વોરંટનો આરોપી કમલાબાગ પોલીસે ઝડપ્યો
પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.) : કમલાબાગ પોલીસે ઘરેલુ હિંસા અને ભરણપોષણના કેસમાં સજા પામ્યા બાદ વર્ષ 2016થી નાસતો ફરતો આરોપી યુસુફ બાબુભાઈ મલેક (રહે. જલારામ કોલોની પાછળ, મફતીયાપરા ખાડી કાંઠે, ખાલાભાઈની દુકાન પાછળ, પોરબંદર)ને ઝડપી પાડ્યો છે. પોલીસને મળ
10 વર્ષ થી ફરાર સજા વોરંટનો આરોપી કમલાબાગ પોલીસે ઝડપ્યો.


પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.) : કમલાબાગ પોલીસે ઘરેલુ હિંસા અને ભરણપોષણના કેસમાં સજા પામ્યા બાદ વર્ષ 2016થી નાસતો ફરતો આરોપી યુસુફ બાબુભાઈ મલેક (રહે. જલારામ કોલોની પાછળ, મફતીયાપરા ખાડી કાંઠે, ખાલાભાઈની દુકાન પાછળ, પોરબંદર)ને ઝડપી પાડ્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે કડિયાપ્લોટ ખાડી કાંઠે દરોડો પાડીને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી સામે જામનગરની છઠ્ઠી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ઘરેલુ હિંસા અને ભરણપોષણના કેસમાં સજા ફટકારવામાં આવી હતી. સજા બાદ કોર્ટમાં હાજર ન રહેતા તેની સામે સજા વોરંટ બહાર પાડવામાં આવ્યો હતો અને તે લાંબા સમયથી ફરાર હતો. ઝડપાયેલા આરોપીને જામનગર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો.

આ કામગીરી કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ રામાભાઈ પુંજાભાઈ, ચેતન સવદાસભાઈ અને સુરેશ કિશાભાઈએ સફળતાપૂર્વક પાર પાડી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande