ભારે વરસાદ વચ્ચે પોલીસ તંત્ર એલર્ટ: વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંઘ નર્મદા મુલાકાતે
વડોદરા , 25 જુલાઈ (હિ.સ.)રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે વડોદરા રેન્જના આઈજી સંદીપ સિંઘ નર્મદા જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે જિલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા કરી અને વરસાદી સ્થિતિને પહોંચી વળવા પોલીસ તંત્ર સંપ
રેન્જ આઈ જી


વડોદરા , 25 જુલાઈ (હિ.સ.)રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે વડોદરા રેન્જના આઈજી સંદીપ સિંઘ નર્મદા જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે જિલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા કરી અને વરસાદી સ્થિતિને પહોંચી વળવા પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક હોવાનું જણાવ્યું.

વડોદરા રેન્જના આઈજી સંદીપ સિંઘ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જિલ્લા પોલીસના ઇન્સ્પેક્શન સાથે વરસાદી પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.

આઈજીએ જણાવ્યું કે, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પોલીસ તંત્ર સતત એલર્ટ મોડ પર છે. NDRF અને SDRFની ટીમો સાથે સંકલન કરીને જરૂરિયાત મુજબ બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું કે, કીમ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા હાંસોટ વિસ્તારના અંદાજે 255 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે.

ભારે વરસાદના કારણે વડોદરા, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં કુલ 11 માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું.

આઈજી સંદીપ સિંઘે વધુમાં જણાવ્યું કે, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા પોલીસ વડાઓ સાથે સતત સંકલન રાખીને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જ્યાં પણ વરસાદ કે પૂર જેવી સ્થિતિ સર્જાશે ત્યાં પોલીસ તાત્કાલિક મદદ માટે ખડેપગે રહેશે અને નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande