વડોદરામાં વરસાદ યથાવત, વિશ્વામિત્રી બે કાંઠે વહેતી થઈ; નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ
વડોદરા , 25 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં સતત ધીમીધારે વરસી રહેલા વરસાદના કારણે નદીઓમાં પાણીની આવક વધી રહી છે. વિશ્વામિત્રી નદીની જળસપાટી વધીને 13 ફૂટે પહોંચતા તંત્ર એલર્ટ બન્યું છે. નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવા અપીલ કરવામાં
વિશ્વામિત્રી


વિશ્વામિત્રી


વડોદરા , 25 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં સતત ધીમીધારે વરસી રહેલા વરસાદના કારણે નદીઓમાં પાણીની આવક વધી રહી છે. વિશ્વામિત્રી નદીની જળસપાટી વધીને 13 ફૂટે પહોંચતા તંત્ર એલર્ટ બન્યું છે. નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર યથાવત રહેતાં જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં અંદાજે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક સતત વધી રહી છે.

ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદની અસર હવે વડોદરા સુધી પહોંચી છે. વિશ્વામિત્રી નદીની જળસપાટી વધીને 13 ફૂટે પહોંચતાં નદી બે કાંઠે વહેતી થઈ છે અને તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

બીજી તરફ મહીસાગર અને નર્મદા નદીના કાંઠે આવેલા નીચાણવાળા વિસ્તારોના લોકોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંબંધિત વિભાગોને એલર્ટ રાખવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા નાગરિકોને નદીના પટમાં કે, કિનારાના વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ન કરવા, બાળકોને પાણીની નજીક ન જવા દેવા અને અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર સતત મોનીટરીંગ કરી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande