
પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.)પોરબંદર તાલુકાના ટુકડા ગામે હાથીયાણી જવાના રસ્તા પર આવેલી નાગાજણ અરભમભાઈ ઓડેદરાની વાડીમાં મજૂરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતે વીજપ્રવાહની ઝપેટમાં આવતાં 21 વર્ષીય નાનકી, પતિ અજય કરણતસિંહ અનારેનું કરુણ અવસાન થયું હતું. મૃતક નાનકી પોતાના પતિ સાથે ટુકડા ગામે ઝૂંપડામાં રહી મજૂરી કરીને જીવનનિર્વાહ કરતી હતી. તે મૂળ મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કુક્ષી તાલુકાના પાડાબાઘા ગામની રહેવાસી હતી. વાડીમાં કામ કરતી વખતે અચાનક ઇલેક્ટ્રિક શોક લાગતા તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ તે પહેલાં જ તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવાન વયે થયેલા આ કરુણ અવસાનથી પરિવારજનો અને સાથી મજૂરોમાં શોકની લાગણી પ્રસરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya