રાણાવાવ પોલીસે પાંચ ખોવાયેલા મોબાઇલ પરત આપ્યા
પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.) : રાણાવાવ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ કુલ રૂ. 90,200 કિંમતના પાંચ ખોવાયેલા મોબાઇલ ફોન શોધી તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા છે. મોબાઇલ ફોન CEIR પોર્ટલની મદદથી ટ્રેસ કરી અરજદારોને પરત આપવામાં આવ્યા હતા. જુનાગઢ રેન
રાણાવાવ પોલીસે પાંચ ખોવાયેલા મોબાઇલ પરત આપ્યા.


પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.) : રાણાવાવ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ કુલ રૂ. 90,200 કિંમતના પાંચ ખોવાયેલા મોબાઇલ ફોન શોધી તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા છે.

મોબાઇલ ફોન CEIR પોર્ટલની મદદથી ટ્રેસ કરી અરજદારોને પરત આપવામાં આવ્યા હતા. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયા તથા રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ડાંગરના નેતૃત્વમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.પોલીસે દિલીપ મ્યાજરભાઈ બાપોદરા, જગદીશ નારણભાઈ મોરી, દિલીપ બાલુભાઈ બોખરીયા, જયસુખ મગનભાઈ લીંબડ અને દીપક કેશુભાઈ મકવાણાના કુલ પાંચ મોબાઇલ ફોન શોધી પરત આપ્યા હતા.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ડાંગર, પીએસઆઈ આર.વી. મોરી, પોલીસ સ્ટાફ અને આઈટી એક્સપર્ટ જેઠાભાઈ દેવાયતભાઈ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande