
જામનગર, 25 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરના સીટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 194 મુજબ અકસ્માત મૃત્યુ (એ.ડી.) નોંધવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, તા. 24 જુલાઈ 2026ના રોજ મધરાતે આશરે 12:30 વાગ્યે ગુલાબનગર સ્થિત મોહનનગર આવાસ બિલ્ડિંગ નં. 18 ખાતે યજ્ઞેશભાઈ ઉર્ફે યોગેશભાઈ લલિતકુમાર મહેતા (ઉંમર 40 વર્ષ) કોઈ અગમ્ય કારણોસર સાતમા માળે આવેલા રૂમની બારીમાંથી નીચે પટકાતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે રેખાબેન પ્રફુલભાઈ સંધવીએ પોલીસને જાણ કરતાં સીટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 194 મુજબ અકસ્માત મૃત્યુની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt