વિશ્વ સિંહ દિવસ–2026ની ઉજવણીને અનુલક્ષીને, સાસણ-ગીર ખાતે સંકલન બેઠક યોજાઈ
ભાવનગર, 26 જુલાઈ (હિ.સ.)આગામી વિશ્વ સિંહ દિવસ–2026ની ઉજવણીને ભવ્ય, સુવ્યવસ્થિત અને લોકભાગીદારીયુક્ત બનાવવા માટે, સાસણ-ગીર ખાતે TPEO, કે.ની., BRC, SVS તેમજ તાલુકા કો-ઓર્ડિનેટર્સની સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિશ્વ સિંહ દિવસ અંતર્ગત આયોજિત થનારી
મિટિંગ યોજાઈ


ભાવનગર, 26 જુલાઈ (હિ.સ.)આગામી વિશ્વ સિંહ દિવસ–2026ની ઉજવણીને ભવ્ય, સુવ્યવસ્થિત અને લોકભાગીદારીયુક્ત બનાવવા માટે, સાસણ-ગીર ખાતે TPEO, કે.ની., BRC, SVS તેમજ તાલુકા કો-ઓર્ડિનેટર્સની સંકલન બેઠક યોજાઈ હતી.

બેઠકમાં વિશ્વ સિંહ દિવસ અંતર્ગત આયોજિત થનારી વિવિધ પ્રવૃત્તિઓ, કાર્યક્રમોની રૂપરેખા, જવાબદારીઓનું વિભાજન અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં અગ્નીશ્વર વ્યાસ, ભા.વ.સે., નાયબ વન સંરક્ષક, વન્યપ્રાણી વિભાગ, સાસણ-ગીર દ્વારા ઉજવણીને સફળ બનાવવા માટે જરૂરી આયોજન અને કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, વિશ્વ સિંહ દિવસ માત્ર ઉજવણી પૂરતો મર્યાદિત નથી, પરંતુ એશિયાઈ સિંહોના સંરક્ષણ, જૈવ વૈવિધ્યના જતન અને પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ લાવવાનો મહત્વપૂર્ણ અવસર છે. તેમણે તમામ અધિકારીઓ અને સંકલનકારોને પરસ્પર સુમેળ સાથે પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાની અપીલ કરી હતી.

કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે ઉપસ્થિત અધિકારીઓ અને સંકલનકારોના સૂચનો અને અભિપ્રાયો પણ લેવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન દરેક ટીમને તેમની કામગીરી અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,જેથી ઉજવણી સફળતાપૂર્વક યોજી શકાય.

આ બેઠકમાં મદદનીશ વન સંરક્ષક, વન્યપ્રાણી વિભાગ, સાસણ-ગીર, પરિક્ષેત્ર વન અધિકારીઓ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે તમામના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પ્રથમ સંકલન બેઠક હતી. આગામી દિવસોમાં વિશ્વ સિંહ દિવસ–2026ની ઉજવણીને વધુ ભવ્ય અને અસરકારક બનાવવા માટે, વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તથા અન્ય સંબંધિત સ્ટેકહોલ્ડર્સ સાથે વધુ સંકલન બેઠકો યોજવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande