સિદ્ધપુર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત એડનવાલા હાઈસ્કૂલમાં ડો. અનીસ મન્સુરીની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી
પાટણ, 26 જુલાઈ (હિ.સ.) : સિદ્ધપુર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત એડનવાલા હાઈસ્કૂલમાં ડો. અનીસ મન્સુરીની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી છે. સામાજિક અને તબીબી ક્ષેત્રે તેમના લાંબા અનુભવને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો
સિદ્ધપુર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત એડનવાલા હાઈસ્કૂલમાં ડો. અનીસ મન્સુરીની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી


પાટણ, 26 જુલાઈ (હિ.સ.) : સિદ્ધપુર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત એડનવાલા હાઈસ્કૂલમાં ડો. અનીસ મન્સુરીની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી છે. સામાજિક અને તબીબી ક્ષેત્રે તેમના લાંબા અનુભવને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમની નિમણૂકથી શાળાના વિકાસ અને શિક્ષણની ગુણવત્તામાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

ડો. અનીસ મન્સુરી રોયલ ગ્રુપ ઓફ સિદ્ધપુરના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલમાં પણ સક્રિય સભ્ય તરીકે સેવાઓ આપી રહ્યા છે. ઉપરાંત તેઓ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) સિદ્ધપુર શાખાના પ્રમુખ તરીકે પણ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે. વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં તેમનું સતત યોગદાન રહ્યું છે.

તેમની ટ્રસ્ટી તરીકેની વરણીને શુભેચ્છકો અને સ્થાનિક આગેવાનો દ્વારા આવકારવામાં આવ્યો છે. ટ્રસ્ટને વિશ્વાસ છે કે તેમના માર્ગદર્શન હેઠળ એડનવાલા હાઈસ્કૂલમાં શૈક્ષણિક કામગીરી વધુ મજબૂત બનશે અને ખાસ કરીને લઘુમતી સમાજના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ તથા વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોને નવી દિશા મળશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande