નિઝામપુરામાં મોટી દુર્ઘટના ટળી: પ્રથમ માળેથી કાંસમાં ખાબકેલા વ્યક્તિનો ફાયર બ્રિગેડે બચાવ્યો જીવ
વડોદરા , 26 જુલાઈ (હિ.સ.)વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાતી સર્જાતી રહી ગઈ. પ્રથમ માળેથી એક વ્યક્તિ અચાનક કાંસમાં ખાબકી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સફળ બચાવ કામગીરી હાથ ધર
યુવક


યુવક


યુવક


વડોદરા , 26 જુલાઈ (હિ.સ.)વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાતી સર્જાતી રહી ગઈ. પ્રથમ માળેથી એક વ્યક્તિ અચાનક કાંસમાં ખાબકી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સફળ બચાવ કામગીરી હાથ ધરી હતી.

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, એક વ્યક્તિ પ્રથમ માળેથી નીચે આવેલા કાંસમાં અચાનક ખાબકી ગયો હતો. બનાવ બનતા જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ મળતાં જ ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમ સ્થળ પર દોડી આવી હતી. ટીમે જરૂરી રેસ્ક્યુ સાધનોની મદદથી ભારે જહેમત બાદ કાંસમાં ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.

ત્યારબાદ ઈજાગ્રસ્ત વ્યક્તિને, વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની સમયસર અને સતર્ક કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

હાલ આ વ્યક્તિ કયા સંજોગોમાં પ્રથમ માળેથી કાંસમાં ખાબક્યો હતો તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાના ચોક્કસ કારણો તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande