માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા જિલ્લાના રસ્તાઓ પર યુદ્ધના ધોરણે સમારકામ, તાલાલા-વેરાવળ-કોડીનારના રસ્તાઓ પર પેચવર્ક કરાયું
ગીર સોમનાથ, 26 જુલાઈ (હિ.સ.) : ચોમાસા દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન રાજ્ય હસ્તકના રસ્તાઓને સતત કાર્યરત રાખવા માટે ટીમો સજ્જ છે. માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કાર્યપાલક ઇજનેર સુરેશ ચારણિયાના માર્ગદર્શન હેઠળ તાલાલા-વેરાવળ-કોડીનારના રસ્તા
માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા જિલ્લાના


ગીર સોમનાથ, 26 જુલાઈ (હિ.સ.) : ચોમાસા દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન રાજ્ય હસ્તકના રસ્તાઓને સતત કાર્યરત રાખવા માટે ટીમો સજ્જ છે. માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કાર્યપાલક ઇજનેર સુરેશ ચારણિયાના માર્ગદર્શન હેઠળ તાલાલા-વેરાવળ-કોડીનારના રસ્તાઓ પર પેચવર્ક કરાયું હતું અને માર્ગ પર પડેલા વૃક્ષો દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવામાં આવ્યો હતો.

પવનની વધુ ઝડપના કારણે વેરાવળ-તાલાળા રોડ પર તેમજ કોડીનાર-જામવાડા રોડ પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા ત્વરીત રોડ પર પડેલા વૃક્ષો અને અન્ય અવરોધોને દૂર કરવામાં આવ્યા હતા અને વાહનવ્યવહાર પૂર્વવત કરાયો હતો.

જ્યારે તાલાલા-રમરેચી ગામમાં પેચવર્ક પૂર્ણ કરવામાં આવ્યું હતું. હાલ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે ત્યારે, પૂરઝડપે કામગીરી કરી અને વાહનવ્યવહારને વધુ સરળ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ રાજ્યની ટીમ પ્રતિબદ્ધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande