


પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : સાવરકુંડલા ખાતે યોજાયેલા ઉર્ષ-એ-કાદરિય્યાહના પવિત્ર પ્રસંગે સૌરાષ્ટ્રમાં શ્રેષ્ઠ શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરનાર શાળાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે પોરબંદરની વી. જે. મદ્રેસા હાયર સેકન્ડરી સ્કૂલ તથા વી. આઈ. મદ્રેસા, રાણાવાવને વર્ષ-2026ની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં 100 ટકા પરિણામ પ્રાપ્ત કરવા બદલ રૂ.11 હજારના સન્માન પુરસ્કારથી નવાજવામાં આવી હતી. વી. જે. મદ્રેસા હાયર સેકન્ડરી સ્કૂલ વતી ઓનરરી સેક્રેટરી ફારૂકભાઈ સુર્યાએ સન્માન સ્વીકાર્યું હતું.
આ પ્રસંગે સરકાર દાદા બાપુના જીગર સૈયદ મુનીર બાપુના શુભ હસ્તે દુઆઓ પ્રાપ્ત કરવાનો અવસર પણ મળ્યો હતો. શાળા પરિવારે આ સન્માન બદલ આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, આ એવોર્ડશિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓના સંયુક્ત પરિશ્રમનું પરિણામ છે. ભવિષ્યમાં પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉત્તમ પરિણામો અને સમાજસેવાના ધ્યેય સાથે કાર્ય ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya