ભારે વરસાદ બાદ ભુજમાં તંત્રની ત્વરિત કામગીરી: ન્યૂ સ્ટેશન રોડ પરથી કલાકોમાં પાણીનો નિકાલ, નાળાઓમાંથી કચરો દૂર કરાયો
કચ્છ, 26 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં વરસેલા વરસાદ બાદ ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. તેમાં ન્યૂ સ્ટેશન રોડ વિસ્તાર પણ પાણી ભરાવાના કારણે અસરગ્રસ્ત બન્યો હતો. રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક રહેવ
ભુજ સ્ટેશન રોડ પર પાણીના નિકાલની કામગીરી કરાઈ


ભુજ સ્ટેશન રોડ પર પાણીના નિકાલની કામગીરી કરાઈ


ભુજ સ્ટેશન રોડ પર પાણીના નિકાલની કામગીરી કરાઈ


કચ્છ, 26 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં વરસેલા વરસાદ બાદ ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. તેમાં ન્યૂ સ્ટેશન રોડ વિસ્તાર પણ પાણી ભરાવાના કારણે અસરગ્રસ્ત બન્યો હતો. રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિની જાણ થતાં જ ભુજ નગરપાલિકાનું તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને અસરગ્રસ્ત વિસ્તારમાં કામગીરી શરૂ કરી હતી.

નગરપાલિકાની ટીમોએ સ્થળ પર પહોંચી વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી સાધનો અને કર્મચારીઓને કાર્યરત કર્યા હતા. પાણીના વહેણમાં અવરોધ ઉભો કરતો કચરો તથા અન્ય નડતરરૂપ સામગ્રી નાળાઓમાંથી દૂર કરવામાં આવી હતી. સફાઈ કામગીરીને કારણે પાણીનો પ્રવાહ ફરી શરૂ થતાં થોડા જ સમયમાં રસ્તા પર ભરાયેલું પાણી ઓસરવા લાગ્યું હતું.

વરસાદી મોસમ દરમિયાન ઘણી વખત પ્લાસ્ટિક, પાન-પત્તા અને અન્ય ઘન કચરો નાળાઓમાં ફસાઈ જવાથી પાણીના નિકાલમાં વિક્ષેપ સર્જાય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ માત્ર પાણી કાઢવાની કામગીરી જ નહીં, પરંતુ ડ્રેનેજ વ્યવસ્થાની પણ સફાઈ હાથ ધરી હતી, જેથી આગામી વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઓછી થાય.

સ્થાનિક નાગરિકોએ પણ તંત્રની ઝડપી કામગીરીને આવકારી હતી. સમયસર પાણીનો નિકાલ થતાં વાહન વ્યવહાર ફરીથી સામાન્ય બન્યો હતો અને લોકોને રાહતનો અનુભવ થયો હતો. વરસાદી પરિસ્થિતિ વચ્ચે નગરપાલિકાની સતર્ક કામગીરીને કારણે સંભવિત મુશ્કેલીઓને મોટા પ્રમાણમાં ટાળી શકાય હોવાનું માનવામાં આવે છે.

હવામાનમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વચ્ચે નગરપાલિકાએ શહેરના નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવાની સાથે જરૂરી સ્થળોએ સફાઈ અને પાણીના નિકાલની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. સાથે જ નાગરિકોને પણ જાહેર નાળાઓમાં કચરો ન નાખવા અને સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે, જેથી વરસાદી દિવસોમાં પાણી ભરાવાની સમસ્યાને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande