ગણતરીના કલાકોમાં ગુમ થયેલા કિશોરને શોધી માતા-પિતાને સોંપ્યો, વડનગર સ્માર્ટ પોલીસની પ્રશંસનીય કામગીરી
મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશને ઝડપી અને સતર્ક કામગીરી કરીને ગુમ થયેલા 15 વર્ષીય કિશોરને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના માતા-પિતાને સુરક્ષિત પરત સોંપ્યો છે. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્
ગણતરીના કલાકોમાં ગુમ થયેલા કિશોરને શોધી માતા-પિતાને સોંપ્યો, વડનગર સ્માર્ટ પોલીસની પ્રશંસનીય કામગીરી


મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશને ઝડપી અને સતર્ક કામગીરી કરીને ગુમ થયેલા 15 વર્ષીય કિશોરને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના માતા-પિતાને સુરક્ષિત પરત સોંપ્યો છે.

ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા ખેરાલુ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જય કંસારાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, 25 જુલાઈના રોજ રાત્રે 11:08 કલાકે 112 જનરક્ષક પર શેખપુર (ખે), તાલુકા વડનગરના રહેવાસી સુફિયાન અહેમદભાઈ મોમીને જાણ કરી હતી કે તેમના મિત્ર આમીનભાઈ ઉમરભાઈ મોમીનનો 15 વર્ષીય પુત્ર મહંમદભાઈ આમીનભાઈ મોમીન ઘરેથી ગુમ થઈ ગયો છે. ફરિયાદ નોંધાતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. દવેના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને વડનગર શહેરના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. પરિણામે ગણતરીના કલાકોમાં મહેસાણા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી કિશોરને સુરક્ષિત શોધી કાઢી તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.

આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. દવે, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઇશ્વરભાઈ રામજીભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુમેરસિંહ ભવાનસિંહ, અજીતસિંહ પ્રહલાદજી અને જયરાજસિંહ ખુશાલસિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસની આ ઝડપી કામગીરીને સ્થાનિક લોકો દ્વારા બિરદાવવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande