ગુજરાતમાં આગામી 3 કલાક માટે, હવામાન વિભાગનું નાઉકાસ્ટ એલર્ટ: મહેસાણા સહિત અનેક જિલ્લામાં વરસાદની આગાહી
મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે તા. 26 જુલાઈ, 2026ના રોજ સવારે 10:00 વાગ્યે આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એલર્ટ મુજબ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવી
ગુજરાતમાં આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાઉકાસ્ટ એલર્ટ: મહેસાણા સહિત અનેક જિલ્લામાં વરસાદની આગાહી


મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે તા. 26 જુલાઈ, 2026ના રોજ સવારે 10:00 વાગ્યે આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એલર્ટ મુજબ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં કલાકના 5થી 15 મીમી જેટલો મધ્યમ વરસાદ, હળવી ગાજવીજ અને 41 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપના પવન ફૂંકાવાની સંભાવના છે. આ વિસ્તારોમાં વાદળથી જમીન પર વીજળી પડવાની 30થી 60 ટકા સુધીની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.

જ્યારે મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી, ખેડા, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વીજળી પડવાની શક્યતા 30 ટકાથી ઓછી હોવાનું જણાવાયું છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, હળવા વરસાદ દરમિયાન કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવા, ટ્રાફિકમાં વિક્ષેપ અને ગટરોમાં અવરોધ સર્જાઈ શકે છે. જ્યારે મધ્યમ વરસાદવાળા વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, વૃક્ષો અથવા હોર્ડિંગ્સ ધરાશાયી થવા અને નબળા મકાનોને નુકસાન પહોંચવાની શક્યતા છે. નાગરિકોને ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનમાં જવાનું ટાળવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande