ધરોઈ ડેમમાં સતત પાણીની આવક, જળસંગ્રહ 46.45 ટકા પર પહોંચ્યો
મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) : ઉત્તર ગુજરાત માટે જીવનદોરી સમાન મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક નોંધાઈ રહી છે. હાલ ડેમમાં 1,528 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમનો જળસંગ્રહ વધીને 46.45 ટકા સુધી પહોંચી ગયો છે. પ્રાપ્ત
ધરોઈ ડેમમાં સતત પાણીની આવક, જળસંગ્રહ 46.45 ટકા પર પહોંચ્યો


મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) : ઉત્તર ગુજરાત માટે જીવનદોરી સમાન મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક નોંધાઈ રહી છે. હાલ ડેમમાં 1,528 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમનો જળસંગ્રહ વધીને 46.45 ટકા સુધી પહોંચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં ડેમમાંથી કોઈપણ પ્રકારનો આઉટફ્લો કરવામાં આવી રહ્યો નથી અને તમામ દરવાજા બંધ રાખવામાં આવ્યા છે. જળસંગ્રહમાં સતત વધારો થતાં સિંચાઈ અને પીવાના પાણીની દૃષ્ટિએ રાહતજનક સ્થિતિ સર્જાઈ છે.

જળસંપત્તિ વિભાગ દ્વારા ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઉપરવાસમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાણીની આવક અને જળસ્તરમાં થતા ફેરફારોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જો પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થશે તો પરિસ્થિતિ અનુસાર જરૂરી નિર્ણય લેવામાં આવશે.

હાલમાં ધરોઈ ડેમમાં પાણીની સતત આવકને કારણે ખેડૂતો અને ઉત્તર ગુજરાતના લોકોમાં સારો વરસાદ અને જળસંગ્રહ અંગે આશાવાદ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande