અષાઢી અગિયારસે ઊંઝાના શ્રી ઉમિયા માતાજી નીજ મંદિરે 24 કલાકની અખંડ ધૂન સંપન્ન
મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) : કડવા પાટીદાર સમાજની કુળદેવી જગતજનની શ્રી ઉમિયા માતાજી નીજ મંદિર, ઊંઝા ખાતે અષાઢ સુદ 11 (દેવપોઢી અગિયારસ)ના પવિત્ર અવસરે પરંપરાગત રીતે 24 કલાકની અખંડ ધૂનનું ભક્તિપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉમિયા ભક્તો
અષાઢી અગિયારસે ઊંઝાના શ્રી ઉમિયા માતાજી નીજ મંદિરે 24 કલાકની અખંડ ધૂન સંપન્ન


મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) : કડવા પાટીદાર સમાજની કુળદેવી જગતજનની શ્રી ઉમિયા માતાજી નીજ મંદિર, ઊંઝા ખાતે અષાઢ સુદ 11 (દેવપોઢી અગિયારસ)ના પવિત્ર અવસરે પરંપરાગત રીતે 24 કલાકની અખંડ ધૂનનું ભક્તિપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉમિયા ભક્તોએ ઉપસ્થિત રહી માતાજીના જયઘોષ સાથે ભક્તિનો લાભ લીધો હતો.

શનિવાર, 25 જુલાઈના રોજ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે મા ઉમિયાની સ્થાપના અને મહાઆરતી બાદ અખંડ ધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સતત 24 કલાક સુધી ચાલેલી આ ધૂન રવિવારે પૂર્ણ થઈ હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને વિવિધ ભજન મંડળો તેમજ શ્રદ્ધાળુઓએ ભાવપૂર્વક સહભાગિતા નોંધાવી હતી.

આ વર્ષે અખંડ ધૂનના યજમાન તરીકે પટેલ સવિતાબેન કાંતિલાલ (મૂળ જોટાણા, હાલ અમદાવાદ) પરિવારને સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. તેમના પરિવાર પર મા ઉમિયાના આશીર્વાદ અવિરત વરસતા રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના માનદ મંત્રી જયંતીભાઈ પટેલ, સહમંત્રી વસંતભાઈ ચોકસી, ગોવિંદભાઈ પટેલ સહિત કારોબારી સદસ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. દેવસ્થાન કમિટીના ચેરમેન ગોવિંદભાઈ પટેલ અને તેમની ટીમે સમગ્ર આયોજનનું સફળ સંચાલન કર્યું હતું. આ ધાર્મિક આયોજન ભક્તો માટે આસ્થા અને ભક્તિનું અનોખું કેન્દ્ર બન્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande