
મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) : મહેસાણા સ્થિત સેવાલય ખાતે સ્થાનિક હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 136મા એપિસોડનું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ વડાપ્રધાનના સંબોધનને ધ્યાનપૂર્વક સાંભળ્યું. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય નાગરિકોના અસાધારણ પ્રયાસો, નવીનતા, સેવા, સ્વાવલંબન અને જનભાગીદારીના વિવિધ પ્રેરણાદાયી ઉદાહરણો રજૂ કરીને દેશના વિકાસમાં દરેક નાગરિકની સક્રિય ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો.
ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું કે 'મન કી બાત' માત્ર એક સંવાદ નહીં પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરણાનું માધ્યમ છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે જનભાગીદારી, રાષ્ટ્રસેવા અને સમાજહિતના કાર્યોમાં વધુ સમર્પણ સાથે જોડાવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે સૌએ દેશના વિકાસ અને જનકલ્યાણના કાર્યોમાં સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR