પોરબંદર શહેરના છાંયા ચોકીથી ખાંભી તરફ જતાં મુખ્ય માર્ગ બિસ્માર
પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના છાંયા ચોકીથી ખાંભી તરફ જતાં મુખ્ય માર્ગ પર વરસાદના ઝાપટા બાદ જ અનેક સ્થળોએ મોટા ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને છાંયા ચાર રસ્તા નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે માર્ગની સ્થ
પોરબંદર શહેરના છાંયા ચોકીથી ખાંભી તરફ જતાં મુખ્ય માર્ગ પર ખાડા.


પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના છાંયા ચોકીથી ખાંભી તરફ જતાં મુખ્ય માર્ગ પર વરસાદના ઝાપટા બાદ જ અનેક સ્થળોએ મોટા ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને છાંયા ચાર રસ્તા નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે માર્ગની સ્થિતિ અત્યંત ખરાબ બની ગઈ છે, જ્યાં મોટા ખાડાઓને કારણે વાહનો પસાર કરવામાં મુશ્કેલી પડી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે આ માર્ગ પર ડામર રોડનું નવીનીકરણ કરવામાં આવે છે, છતાં થોડા વરસાદમાં જ રોડ ધોવાઈ જતાં કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ તો સામાન્ય વરસાદમાં જ આવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આગામી દિવસોમાં ભારે વરસાદ થતાં ખાડા વધુ વિકરાળ બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.આ માર્ગ પર બે થી ત્રણ હોસ્પિટલો આવેલી હોવાથી 108 એમ્બ્યુલન્સ સહિત ઈમરજન્સી વાહનોની સતત અવરજવર રહે છે. રસ્તાની હાલતને કારણે દર્દીઓ અને સામાન્ય વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે.

સ્થાનિકોએ સંબંધિત વિભાગને તાત્કાલિક માર્ગનું સમારકામ કરી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande