અસમાવતી ઘાટ નજીક ડ્રેજિંગ કરવા મત્સ્ય ઉદ્યોગ મંત્રીને રજુઆત
પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : પોરબંદર હાર્બરના અસ્માવતી બારામાં મોટા પ્રમાણમાં રેતી, પથ્થરો અને કાદવના ભરાવાને કારણે આગામી 15 ઓગસ્ટથી શરૂ થનારી નવી ફિશિંગ સીઝન પહેલાં તાત્કાલિક ડ્રેજિંગ કરવાની માંગ ઉઠી છે. આ મુદ્દે પૂર્વ કન્વીનર ભાજપ માછીમાર સેલ, પોર
અસમાવતી ઘાટ નજીક ડ્રેજિંગ કરવા મત્સ્ય ઉદ્યોગ મંત્રીને રજુઆત.


પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : પોરબંદર હાર્બરના અસ્માવતી બારામાં મોટા પ્રમાણમાં રેતી, પથ્થરો અને કાદવના ભરાવાને કારણે આગામી 15 ઓગસ્ટથી શરૂ થનારી નવી ફિશિંગ સીઝન પહેલાં તાત્કાલિક ડ્રેજિંગ કરવાની માંગ ઉઠી છે. આ મુદ્દે પૂર્વ કન્વીનર ભાજપ માછીમાર સેલ, પોરબંદર જિલ્લા અને પૂર્વ પ્રમુખ ભાજપ યુવા મોરચા દ્વારા રાજ્યના મંત્રી જીતુ વાઘાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

અસ્માવતી બારામાં પાણીની ઊંડાઈ રજૂઆતમાં જણાવાયું છે કે ચિંતાજનક રીતે ઘટી ગઈ છે. ભરતીના સંપૂર્ણ પાણીમાં પણ બોટો સુરક્ષિત રીતે દરિયામાં જઈ શકે તેવી સ્થિતિ નથી. જો સમયસર ડ્રેજિંગ નહીં કરવામાં આવે તો નવી સીઝનના પ્રથમ દિવસે જ સેંકડો બોટોના પ્રોપેલર, શાફ્ટિંગ અને તળિયાને ભારે નુકસાન થવાની તેમજ અકસ્માત સર્જાવાની સંભાવના છે.

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે જો શરૂઆતમાં જ બોટોને નુકસાન થશે તો માછીમારો અને બોટ માલિકોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડશે, જેની સીધી અસર પોરબંદરના મત્સ્ય ઉદ્યોગ અને સ્થાનિક અર્થતંત્ર પર પડશે. અસ્માવતી ઘાટથી લઈને GMB વર્કશોપ સુધીના વિસ્તારમાં યુદ્ધના ધોરણે ડ્રેજિંગ હાથ ધરવાની માંગ કરવામાં આવી છે.રજૂઆતના અંતે રાજ્ય સરકારને માછીમાર સમાજના હિતમાં અંગત રસ લઈ મુખ્યમંત્રી અને મત્સ્યોદ્યોગ મંત્રી સમક્ષ તાત્કાલિક ડ્રેજિંગ મંજૂર કરાવવા જરૂરી ભલામણ કરવાની અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande