બોટાદના બીલડી ગામમાં વિદ્યાર્થીઓની સુવિધા માટે માર્ગ સુધારણા કામગીરી હાથ ધરાઈ
ભાવનગર, 26 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લાના બીલડી ગામમાં વિદ્યાર્થીઓને શાળાએ આવવા-જવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ગ્રામ પંચાયત દ્વારા માર્ગ સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ ગામમાં નવી પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું બાંધકામ પ્રગતિમા
કામગીરી કરવામાં આવી


ભાવનગર, 26 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લાના બીલડી ગામમાં વિદ્યાર્થીઓને શાળાએ આવવા-જવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ગ્રામ પંચાયત દ્વારા માર્ગ સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ ગામમાં નવી પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું બાંધકામ પ્રગતિમાં હોવાથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અસ્થાયી ધોરણે સરકારી હાઈસ્કૂલના મકાનમાં અભ્યાસ માટે શિફ્ટ કરવામાં આવ્યા છે. વરસાદી માહોલને કારણે શાળા તરફ જતો કાચો રસ્તો પાણી અને કાદવથી ભરાઈ જતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને અવરજવરમાં ભારે તકલીફ પડી રહી હતી.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તા પરથી પાણી અને કાદવ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ રસ્તા પર નવી હાર્ડ મોરમ પાથરી તેને સમતળ બનાવવામાં આવી રહી છે, જેથી વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે શાળાએ પહોંચી શકે. આ કામગીરી પૂર્ણ થતાં શાળામાં આવનારા વિદ્યાર્થીઓ ઉપરાંત ગામલોકોને પણ સરળ અને સુવિધાજનક અવરજવરનો લાભ મળશે.

માર્ગ સુધારણાની કામગીરીનું સ્થળ પર રહી બીલડી ગામના સરપંચ આરતીબેન ધૂંદલવાએ નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગામના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ સાથે તમામ મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી ગ્રામ પંચાયતની પ્રાથમિકતા છે. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સમયસર જરૂરી વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ગામના સર્વાંગી વિકાસ અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહેલી આ કામગીરી ગ્રામ પંચાયતની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સ્થાનિક લોકોએ પણ આ પહેલને આવકારી ગામના વિકાસ માટે ગ્રામ પંચાયતના પ્રયાસોની પ્રશંસા કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande