સનાતન પર્વ ગુરુપૂર્ણિમાની, ગોહિલવાડમાં ભાવભેર ઉજવણી, ગુરુસ્થાનકોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન
ભાવનગર, 26 જુલાઈ (હિ.સ.)ગોહિલવાડ પંથકમાં સનાતન પરંપરાનું મહિમાવંત પર્વ ગુરુપૂર્ણિમા આ વર્ષે પણ શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના માહોલમાં ઉજવાશે. ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન માનતી ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્વ રહેલું છે. વ્યાસપ
ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવાંમાં આવશે


ભાવનગર, 26 જુલાઈ (હિ.સ.)ગોહિલવાડ પંથકમાં સનાતન પરંપરાનું મહિમાવંત પર્વ ગુરુપૂર્ણિમા આ વર્ષે પણ શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના માહોલમાં ઉજવાશે. ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન માનતી ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્વ રહેલું છે.

વ્યાસપૂર્ણિમા તરીકે પણ ઓળખાતું આ પર્વ મહર્ષિ વેદવ્યાસને સમર્પિત છે અને ગુરુ-શિષ્ય પરંપરાના સન્માનનો દિવસ માનવામાં આવે છે.

ગોહિલવાડના પ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમ સહિત વિવિધ નાના-મોટા આશ્રમો અને ગુરુસ્થાનકોમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી માટે વ્યાપક તૈયારીઓ પૂર્ણતાના આરે છે. ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના ગુરુના ચરણોમાં પૂજન-અર્ચન, વંદના અને આશીર્વાદ પ્રાપ્ત કરશે.

વિવિધ સ્થળોએ મહાપ્રસાદ, ભજન-કીર્તન, સત્સંગ, ધાર્મિક પ્રવચન તેમજ સેવા કાર્યોના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી બજરંગદાસ બાપુ, શ્રી ધનાબાપા, શ્રી મોંઘીબા, શ્રી શામળાબાપા, શ્રી ગોપાલગીરીબાપુ, શ્રી મસ્તરામબાપા, શ્રી ગંગા માતાજી, શ્રી દુઃખીશ્યામબાપુ અને શ્રી મદનમોહનદાસ બાપુ જેવા પૂજનીય સંતોના આસ્થાસ્થાનો પર પણ, વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સેવકગણ અને કાર્યકરો ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે વ્યવસ્થાઓમાં વ્યસ્ત બન્યા છે.

ગુરુપૂર્ણિમા માત્ર એક ધાર્મિક પર્વ નહીં પરંતુ જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને સદ્માર્ગનું માર્ગદર્શન આપનાર ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે.

ગોહિલવાડભરમાં આ પર્વ ભક્તિ, સેવા અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે ઉજવાઈ સનાતન સંસ્કૃતિના મૂલ્યોને વધુ મજબૂત બનાવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande