અકોટા બ્રિજ પાસે યુવકનો જોખમી સ્ટંટ, ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ઉલ્લંઘનથી સવાલો
વડોદરા , 26 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા, સોશિયલ મીડિયા પર જોખમી સ્ટંટ અને રીલ્સ બનાવનારા સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં કેટલાક યુવાનોમાં પોલીસનો ડર જોવા મળતો નથી. અકોટા બ્રિજ પાસે એક યુવક, યામાહા બાઈક પર જીવના જોખ
બાઈક સ્ટંટ


બાઈક સ્ટંટ


વડોદરા , 26 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા, સોશિયલ મીડિયા પર જોખમી સ્ટંટ અને રીલ્સ બનાવનારા સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં કેટલાક યુવાનોમાં પોલીસનો ડર જોવા મળતો નથી. અકોટા બ્રિજ પાસે એક યુવક, યામાહા બાઈક પર જીવના જોખમે સ્ટંટ કરતો હોવાનો વીડિયો સામે આવ્યો છે.

વડોદરાના અકોટા બ્રિજ નજીક એક યુવક, યામાહા બાઈક લઈને જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં યુવક રોડની વચ્ચે બાઈક આડી કરીને સ્ટંટ કરતો નજરે પડે છે, જેના કારણે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા.

જાહેર માર્ગ પર આ પ્રકારના સ્ટંટ માત્ર ટ્રાફિક નિયમોનો ભંગ જ નહીં પરંતુ ગંભીર અકસ્માતનું કારણ પણ બની શકે છે. શહેરમાં અગાઉ પણ આવા સ્ટંટબાજો સામે ટ્રાફિક પોલીસે દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરી છે, તેમ છતાં કેટલાક લોકો સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવા માટે પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

હવે પ્રશ્ન એ છે કે, શું આ સ્ટંટબાજ સામે પણ ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે? સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે, જાહેર માર્ગ પર જીવલેણ સ્ટંટ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી આવી બેદરકારી પર અંકુશ આવી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande