જામનગર જિલ્લાના યાત્રાધામ મોટીગોપથી ગોપનાથ મહાદેવ મંદિર માર્ગનું નવીનીકરણ કરાયું
જામનગર, 26 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલું મોટીગોપ ગામ અને ત્યાં સ્થિત પવિત્ર ગોપનાથ મહાદેવ મંદિર સ્થાનિક રહીશો તેમજ દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અગ્રણી કેન્દ્ર છે. આ પવિત્ર ધામ તરફ જતો મુખ્ય માર્ગ બિસ્માર અને
યાત્રાધામના માર્ગનું સમારકામ


જામનગર, 26 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલું મોટીગોપ ગામ અને ત્યાં સ્થિત પવિત્ર ગોપનાથ મહાદેવ મંદિર સ્થાનિક રહીશો તેમજ દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અગ્રણી કેન્દ્ર છે. આ પવિત્ર ધામ તરફ જતો મુખ્ય માર્ગ બિસ્માર અને ક્ષતિગ્રસ્ત હાલતમાં હોવાના કારણે વાહનચાલકો તથા દર્શનાર્થીઓને મુસાફરી દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.

આ સમસ્યાના કાયમી નિવારણ માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ જામનગર દ્વારા યાત્રાળુઓની સુવિધા તેમજ સલામતીને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને મોટીગોપ થી ગોપનાથ મહાદેવ મંદિર સુધીના ૫.૧ કી.મી. લંબાઈના સમગ્ર રસ્તા માટે રૂ. ૩૨૭.૧૬ લાખના ખર્ચે નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે.

આ નવીનીકરણ અંતર્ગત ભૌગોલિક પરિસ્થિતિ અને પાણીના યોગ્ય નિકાલને ધ્યાનમાં રાખીને રસ્તા પર જરૂરી સ્થળોએ મજબૂત સી.સી. રોડ તેમજ બાકીના સમગ્ર ભાગ પર ડામર રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. નવો રસ્તો તૈયાર થવાથી શ્રાવણ માસ તેમજ વિવિધ ધાર્મિક તહેવારો દરમિયાન મહાદેવના દર્શનાર્થે આવતા હજારો ભક્તો માટે મુસાફરી અત્યંત સલામત, સરળ અને ઝડપી બનશે.

આ ઉપરાંત, મોટીગોપ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો માટે વાહનોની સુગમ અવરજવર સુનિશ્ચિત થતાં સમય અને ઈંધણ બંનેની મોટી બચત થશે. માર્ગના આ કાયાકલ્પથી સ્થાનિક ગ્રામજનો અને દર્શનાર્થીઓમાં હર્ષ અને આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande