

પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ એનએમએનએફ અંતર્ગત પ્રોજેક્ટ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ આત્માના અશ્વિનભાઈ મોરી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના પારસભાઈ મારૂ દ્વારા કુતિયાણા તાલુકાના ખાગેશ્રી તેમજ ઇશ્વરીયા કલસ્ટરના સ્વયં પ્રેરીત પ્રાકૃતિક ખેતી માટેના ખેડૂતોની કેકેવી ખાપટ ખાતે એક દિવસીય તાલીમનુ આયોજન કરવામા આવ્યું હતું.
જે અંતર્ગત વૈજ્ઞાનિક મિલનભાઈ નંદાણીયા દ્વારા ખેડૂત બેહનો અને ભાઈઓને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક તથા પ્રાકૃતિક અસ્ત્રો જેવાકે અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દસપર્ણી અર્કનો ઉપયોગ અને ખરીફ પાક અને પિયત અને બિન પિયત પાક તથા બાગાયતી પાકમાં સફળતાપૂર્વક પ્રકૃતિક કૃષિ કેવી રીતે કરી શકાય તે માટે માહિતગાર કરવામા આવ્યાં હતાં તેમજ જીવામૃત ધનજીવામૃત નિમાસ્ત્રના લાઈવ નિદર્શન દ્વારા પણ માર્ગદર્શનઆપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya