ઇંડિયન કોસ્ટગાર્ડનું, અરબી સમુદ્રમાં દિલધડલ રેસ્ક્યૂ.
પોરબંદર, 27 જુલાઈ (હિ.સ.)ભારતીય કોસ્ટ ગાર્ડે પોરબંદર નજીક અરબી સમુદ્રમાં પડકારજનક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ૨૧ વર્ષીય મર્ચન્ટ જહાજના નાવિકનો જીવ બચાવ્યો છે. નાવિકને અચાનક છાતીમાં ભારે દુખાવો અને તાવ આવતાં તાત્કાલિક તબીબી મદદની જરૂરિયાત ઉભી થઈ હતી.
ઇંડિયન કોસ્ટગાર્ડનું અરબી સમુદ્રમાં દિલધડલ રેસ્ક્યૂ.

મળતી માહિતી મુજબ, ખરાબ હવામાન અને પ્રતિકૂળ દરિયાઈ પરિસ્થિતિ વચ્ચે કોસ્ટ ગાર્ડે ઝડપથી કાર્યવાહી કરી હેલિકોપ્ટર દ્વારા, MEDEVAC (Medical Evacuation) ઓપરેશન હાથ ધર્યું. કુશળ ટીમે નાવિકને સુરક્ષિત રીતે હેલિકોપ્ટરમાં ખસેડી પોરબંદર કોસ્ટ ગાર્ડ એર એન્ક્લેવ ખાતે પહોંચાડ્યો હતો. એર એન્ક્લેવ પર પહોંચતાની સાથે જ નાવિકને, તાત્કાલિક તબીબી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સમયસર કરવામાં આવેલા આ રેસ્ક્યૂ ઓપરેશનના કારણે, નાવિકનો જીવ બચી ગયો હોવાનું જણાવાયું છે. કોસ્ટ ગાર્ડના જણાવ્યા મુજબ હાલ નાવિકની તબિયત સ્થિર છે અને તેની સારવાર ચાલુ છે. ખરાબ હવામાન હોવા છતાં, કોસ્ટ ગાર્ડની ઝડપી કાર્યવાહી અને વ્યાવસાયિક કામગીરીના કારણે વધુ એક સફળ સમુદ્રી બચાવ અભિયાન પાર પડ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande