પોરબંદર માં 311 ગ્રામ ગાંજા સાથે વૃદ્ધા ઝડપાઈ.
પોરબંદર, 27 જુલાઈ (હિ.સ.)પોરબંદરના છાયા વિસ્તારમાં અસ્માવતી રિવરફ્રન્ટ નજીક અંડર કર્લી પુલ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં પોલીસે દરોડો પાડી સાવિતાબેન દેવરસિંગ ચૌહાણ (ઉ.વ. 66)ની અટકાયત કરી હતી. પોલીસે તેના કબજા-ભોગવટાવાળા ઝૂંપડામાં તપાસ કરતાં 311 ગ્રામ વન
પોરબંદર માં 311 ગ્રામ ગાંજા સાથે વૃદ્ધા ઝડપાઈ.


પોરબંદર, 27 જુલાઈ (હિ.સ.)પોરબંદરના છાયા વિસ્તારમાં અસ્માવતી રિવરફ્રન્ટ નજીક અંડર કર્લી પુલ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં પોલીસે દરોડો પાડી સાવિતાબેન દેવરસિંગ ચૌહાણ (ઉ.વ. 66)ની અટકાયત કરી હતી. પોલીસે તેના કબજા-ભોગવટાવાળા ઝૂંપડામાં તપાસ કરતાં 311 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો, જેની અંદાજિત કિંમત રૂ. 15,550 થાય છે, તે મળી આવ્યો હતો.આ ઉપરાંત આરોપીની અંગજડતી દરમિયાન આઈ-ટેલ કંપનીનો કીપેડ મોબાઈલ ફોન (કિંમત રૂ. 500) પણ મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 16,050નો મુદ્દામાલ કબજે કરી આરોપી મહિલા સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ દ્વારા ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનું વેચાણ કોને કરવામાં આવતું હતું તે સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande