
પોરબંદર, 27 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં વારંવાર ગુનાઓ આચરી કાયદો અને વ્યવસ્થાને અસર પહોંચાડતા માથાભારે ઇસમ સામે જિલ્લા પોલીસે પાસા (P.A.S.A.) હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે. કુતિયાણા તાલુકાના ઈશ્વરિયા ગામના જૂના વણકરવાસમાં રહેતા વિજય મગનભાઈ વિંઝુડા (ઉ.વ. 29) સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ બાદ તેની અટકાયત કરી સુરત જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓને આધારે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરિયાની દેખરેખમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.કાર્યવાહીમાં કુતિયાણા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. વાળા દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી, જ્યારે એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાએ પાસા વોરંટની બજવણી કરી આરોપીને સુરત જેલ ખાતે મોકલ્યો હતો.આ કામગીરીમાં એલસીબીના ASI ઉદયભાઈ વરૂ, રણજીતસિંહ દયાતર, રૂપલબેન લખધીર, HC વિપુલભાઈ ઝાલા, વિરેન્દ્રસિંહ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા તેમજ કુતિયાણા પોલીસ સ્ટેશનના HC દિલીપસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ મુશાર અને અભિનભાઈ વરૂ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya