આસામમાં પૂરને કારણે નવ જિલ્લાની 5,24,733 વસ્તી પ્રભાવિત, બે વધુ મૃતદેહ મળ્યા
ગૌહાટી, નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.). આસામમાં પૂરનું પાણી હવે ઝડપથી ઓસરવા લાગ્યું છે, પરંતુ પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ખેતરોમાં ઊભો પાક બરબાદ થઈ ગયો છે, જ્યારે ઘરો, રસ્તાઓ, શાળાઓમાં પાણી સાથે આવેલી માટીની ગાળને કારણે એક નવો
પૂર પ્રભાવિતો ને રહાત સામગ્રીનું વિતરણ


ગૌહાટી, નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.). આસામમાં પૂરનું પાણી હવે ઝડપથી ઓસરવા લાગ્યું છે, પરંતુ પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ખેતરોમાં ઊભો પાક બરબાદ થઈ ગયો છે, જ્યારે ઘરો, રસ્તાઓ, શાળાઓમાં પાણી સાથે આવેલી માટીની ગાળને કારણે એક નવો પડકાર ઊભો થયો છે. પ્રભાવિત નાગરિકોની આંખોમાં એક શૂન્યતા જોવા મળી રહી છે. સરકાર શક્ય તમામ પગલાં લેવાનો સતત દાવો કરી રહી છે, તેમ છતાં પરિસ્થિતિએ એક નવો પડકાર ઊભો કર્યો છે.

આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (એએસડીએમએ) દ્વારા 26 જુલાઈએ જાહેર કરાયેલા આંકડા અનુસાર, રાજ્યમાં વધુ બે લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ રીતે રાજ્યમાં અત્યાર સુધી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 68 થઈ ગઈ છે. આસામમાં ધનસિરી (નુમાલીગઢ) નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.

મુખ્યમંત્રી ડો. હિમંત બિસ્વ સરમાએ રવિવારે રાત્રે સામાજિક માધ્યમો દ્વારા જણાવ્યું કે, વિધાનસભાના બજેટ સત્ર પછી રાજ્યના તમામ મંત્રીઓ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને પરિસ્થિતિનું આકલન કરશે.

પૂરને કારણે હાલમાં કુલ નવ જિલ્લાઓ હજુ પણ ખરાબ રીતે પ્રભાવિત છે, જેમાં ચરાઈદેવ, ગોલાઘાટ, જોરહાટ, શિવસાગર, હોજાઈ, કામરૂપ, નગાંવ, કામરૂપ (મેટ્રો) અને ડિબ્રુગઢ જિલ્લાનો સમાવેશ થાય છે. પૂરને કારણે નવ જિલ્લાના 24 મહેસૂલી મંડળોના કુલ 763 ગામો પ્રભાવિત છે. રાજ્યની કુલ 524733 વસ્તી અને 48742.09 હેક્ટર કૃષિ ભૂમિ પાણીમાં ડૂબેલી છે.

રાજ્ય સરકારે પૂરથી પ્રભાવિત લોકો માટે કુલ 109 રાહત શિબિરો અને 245 રાહત વિતરણ કેન્દ્રો સહિત કુલ 345 શિબિરો સ્થાપિત કર્યા છે. રાહત શિબિરોમાં 37724 લોકોએ આશ્રય લીધો છે. રાહત વિતરણ કેન્દ્રો પર 153833 બિન-શિબિર નિવાસીઓ રાહત મેળવી રહ્યા છે.

પૂરના પાણીમાંથી 26 જુલાઈએ પણ ચરાઈદેવ જિલ્લામાં બે મૃતદેહ મળી આવ્યા. પૂરથી પ્રભાવિત પ્રાણીઓની કુલ સંખ્યા 88240 નોંધાઈ છે, જેમાં મોટા 45895, નાના 26335 અને મરઘા-બતકાં 16010 નોંધાયા છે. આ દરમિયાન પૂરના પાણીમાં કુલ 26512 પ્રાણીઓ તણાઈ ગયા. ચરાઈદેવ જિલ્લામાં 9973 અને શિવસાગર જિલ્લામાં 165395 પશુઓ પાણીમાં તણાઈ ગયા છે.

26 જુલાઈ સુધીમાં પૂરના પાણીમાં સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત કાચા મકાનોની કુલ સંખ્યા 579 જણાવવામાં આવી છે, જેમાં જોરહાટમાં 19 અને શિવસાગરમાં 560 છે. આંશિક રીતે ક્ષતિગ્રસ્ત કાચા મકાનોની કુલ સંખ્યા 1560 છે, જેમાં જોરહાટ જિલ્લામાં 60 અને શિવસાગર જિલ્લામાં 1500. આંશિક રીતે પાકા ક્ષતિગ્રસ્ત મકાનોની કુલ સંખ્યા 51 છે, જેમાં જોરહાટ જિલ્લામાં 06 અને શિવસાગર જિલ્લામાં 45 છે. ક્ષતિગ્રસ્ત અન્ય મકાનોમાં શિવસાગર જિલ્લામાં 250 ઝૂંપડીઓ, અન્ય પશુ શેડની કુલ સંખ્યા 792 છે, જેમાં શિવસાગર જિલ્લામાં 250 અને જોરહાટ જિલ્લામાં 12 જણાવવામાં આવી છે.

રાહત અને બચાવ અભિયાનમાં એસડીઆરએફ, સેના/અર્ધસૈનિક દળ, એનડીઆરએફ, ડીડીઆરએફ, હવાઈ દળ, પોલીસ, અગ્નિશમન અને કટોકટી સેવાઓ (F&ES), સર્કલ કાર્યાલય/સ્થાનિક પ્રશાસન, નાગરિક સુરક્ષા/પ્રશિક્ષિત સ્વયંસેવકો અને અગ્નિશમન વિભાગ જોડાયેલા છે. આ દરમિયાન પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકારે કુલ 152 તબીબી ટીમોને તૈનાત કરી. આ દરમિયાન 36 બોટ પણ રાહત કાર્યમાં લાગી રહી. જ્યારે રાહત કાર્યને ઝડપી બનાવવા માટે બે હેલિકોપ્ટરને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

પૂર પ્રભાવિતો વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ચોખા (ક્વિન્ટલમાં): 3302.548, દાળ (ક્વિન્ટલમાં): 590.998, મીઠું (ક્વિન્ટલમાં): 177.3761, સરસવનું તેલ (લિટર): 17735.95 સાથે જ પશુઓનો ચારો - ઘઉંનો ભૂસો (ક્વિન્ટલમાં): 446.24 અને પશુઓનો ચારો - ચોખાનો ભૂસો (ક્વિન્ટલમાં): 146.21 રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. પૂરને કારણે મોટા પાયે રસ્તાઓ, પુલ અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે. તેના સમારકામ માટે સરકાર સતત સમીક્ષા બેઠકો કરીને પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / મુકુંદ.

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande