વડાપ્રધાન વિરુદ્ધ આપતીજનક પોસ્ટ હટાવવામાં દિલ્હી પોલીસ વ્યસ્ત, સીજેપી આંદોલન સાથે સંકળાયેલા 450 ડીપફેક એકાઉન્ટ પણ રડાર પર
નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.) જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના 37 દિવસ સુધી ચાલેલા આંદોલન દરમિયાન, વડાપ્રધાન વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કથિત રીતે વાંધાજનક પોસ્ટ, વીડિયો અને ટિપ્પણીઓ શેર કરવાના મામલે, દિલ્હી પોલીસે કાર્યવાહી તેજ કરી દીધી છે.
પુલીસ


નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.) જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના 37 દિવસ સુધી ચાલેલા આંદોલન દરમિયાન, વડાપ્રધાન વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કથિત રીતે વાંધાજનક પોસ્ટ, વીડિયો અને ટિપ્પણીઓ શેર કરવાના મામલે, દિલ્હી પોલીસે કાર્યવાહી તેજ કરી દીધી છે.

પોલીસે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ જારી કરીને, એવી તમામ સામગ્રી હટાવવાના નિર્દેશ આપ્યા છે, જેમાં કથિત રીતે અપમાનજનક ભાષા, અપમાનજનક ટિપ્પણી કે વાંધાજનક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ પોલીસે આંદોલન સાથે સંકળાયેલા લગભગ 450 સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ચિહ્નિત કર્યા છે, જેના પર ડીપફેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) થી તૈયાર કરાયેલી ભ્રામક સામગ્રી પ્રસારિત કરવાનો આરોપ છે.

પોલીસ સૂત્રો અનુસાર, સોશિયલ મીડિયા પર વાંધાજનક સામગ્રીની દેખરેખનું અભિયાન સતત ચાલુ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ મામલે વિવિધ પ્લેટફોર્મ પર ઘણી પોસ્ટ અને વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા, જેમાંથી ઘણાને હટાવી દેવામાં આવ્યા છે. અન્ય વાંધાજનક સામગ્રીની પણ ઓળખ કરવામાં આવી રહી છે અને તેને હટાવવાની પ્રક્રિયા ચાલુ છે.

અધિકારીના મતે, દિલ્હી પોલીસે અલગ-અલગ સોશિયલ મીડિયા કંપનીઓને નોટિસ જારી કરીને, વડાપ્રધાન વિરુદ્ધ અપમાનજનક ભાષા, વાંધાજનક ટિપ્પણી અને અપમાનજનક સામગ્રી વાળી પોસ્ટ હટાવવાના નિર્દેશ આપ્યા છે. પોલીસની સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ ફેસબુક, એક્સ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ સહિતના અન્ય પ્લેટફોર્મ પર સતત નજર રાખી રહી છે. જેવી કોઈ વાંધાજનક પોસ્ટ સામે આવે છે, સંબંધિત પ્લેટફોર્મને તેને હટાવવા માટે નોટિસ મોકલવામાં આવે છે.

સૂત્રોનું કહેવું છે કે, આંદોલન દરમિયાન વડાપ્રધાન વિરુદ્ધ અયોગ્ય ભાષાનો ઉપયોગ કરીને ઘણી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી. આ જ પોસ્ટની ઓળખ કરીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે, ઓનલાઈન માધ્યમો પર કાયદાનું ઉલ્લંઘન કરતી સામગ્રી વિરુદ્ધ આ અભિયાન આગળ પણ ચાલુ રહેશે.

તપાસ દરમિયાન, દિલ્હી પોલીસે લગભગ 450 સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ચિહ્નિત કર્યા છે, જેના દ્વારા કથિત રીતે આંદોલન સાથે સંકળાયેલા ડીપફેક વીડિયો અને એઆઇ જનરેટેડ સામગ્રી પ્રસારિત કરવામાં આવી હતી. પોલીસે આ એકાઉન્ટ્સને બ્લોક કરાવવાની ભલામણ સંબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કરી છે. સાથે જ એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે, આ એકાઉન્ટ્સ પાછળ કયા લોકો કે સંગઠનો સક્રિય હતા અને તેમનો ઉદ્દેશ્ય શું હતો.

ઉલ્લેખનીય છે કે, શનિવારે કેન્દ્ર સરકાર દ્વારા મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં આવ્યા બાદ, સીજેપી એ પોતાનું 37 દિવસ જૂનું આંદોલન સમાપ્ત કરવાની ઘોષણા કરી દીધી. સંગઠનની મુખ્ય માંગણીઓમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ સામેલ હતું.

હિન્દુસ્થાન સમાચાર / કુમાર અશ્વની / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande