
નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.) સંસદના ચોમાસુ સત્રના 8મા દિવસે સોમવારે વિપક્ષના ભારે હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી (આવતીકાલ) મંગળવાર સવારે 11 વાગ્યા સુધી માટે સ્થગિત કરી દેવામાં આવી.
લોકસભામાં સોમવારે લોક પરીક્ષા સંશોધન વિધેયક રજૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે, બપોરે 11 વાગ્યે પેપર લીક સંબંધિત લોક પરીક્ષા સંશોધન વિધેયકને ગૃહમાં રજૂ કર્યું. જોકે, વિપક્ષી દળોના ભારે હોબાળાને કારણે ચર્ચા થઈ શકી નહીં. વિપક્ષ વિદ્યાર્થીઓની મારપીટના મામલે ચર્ચા માટે અડગ રહ્યો.
આ પહેલા ભારે ઘોંઘાટ વચ્ચે લોકસભાની કાર્યવાહી પહેલા 12 વાગ્યે, ત્યારબાદ બપોરે 2 વાગ્યે અને તે પછી સાંજે 5 વાગ્યા સુધી માટે સ્થગિત કરી દેવામાં આવી. આ પછી સંસદની કાર્યવાહી મંગળવાર સવારે 11 વાગ્યા સુધી માટે સ્થગિત કરી દેવામાં આવી છે, કારણ કે વિપક્ષી દળોના ભારે હોબાળાને કારણે આજના દિવસની કાર્યવાહી સમાપ્ત થઈ ગઈ.
લોકસભાની કાર્યવાહી દિવસમાં ત્રણ વખત હોબાળાને કારણે સ્થગિત થઈ ગઈ. જ્યારે પણ ગૃહની કાર્યવાહી શરૂ થતી, કોંગ્રેસ, સપાના સાંસદો વેલમાં બેનર-પોસ્ટર લઈને પહોંચી જતા અને સૂત્રોચ્ચાર કરવા લાગતા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, બિલ પર ચર્ચા માટે સરકાર અને વિપક્ષી સાંસદો સહમતિ બનાવીને આવે. આ પછી બિરલાએ, કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલ અને સપા સાંસદ અખિલેશા યાદવ સાથે મુલાકાત કરી.
તે જ સમયે, સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને કહ્યું કે, જાહેર પરીક્ષા (અયોગ્ય સાધનોની રોકથામ) (સુધારા) વિધેયક, 2026 પર ચર્ચા માટે વિપક્ષ સૂત્રોચ્ચાર શા માટે કરી રહ્યો છે, તે મારી સમજની બહાર છે. રિજિજુએ કહ્યું કે, સમગ્ર દેશના યુવાનોની નજર આ વિધેયક પર છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પ્રભાત મિશ્રા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ