દરેક નાગરિકને કાયદાના દાયરામાં પ્રદર્શન કરવાનો અધિકાર, પોલીસ પણ જરૂરિયાત કરતાં વધુ બળપ્રયોગ કરી શકતી નથી: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.) દિલ્હીના જંતર-મંતર પર તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનને લઈને ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે, દરેક નાગરિકને શાંતિપૂર્ણ અને કાયદાના દાયરામાં રહીને પ્રદર્શન કરવાનો બંધારણીય અધિકાર છે. માત્ર એટલા માટે
કોર્ટ


નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.) દિલ્હીના જંતર-મંતર પર તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનને લઈને ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે, દરેક નાગરિકને શાંતિપૂર્ણ અને કાયદાના દાયરામાં રહીને પ્રદર્શન કરવાનો બંધારણીય અધિકાર છે. માત્ર એટલા માટે કે ક્યાંક આંદોલન થઈ રહ્યું છે, પોલીસ લાઠીચાર્જ કે જરૂરિયાત કરતાં વધુ બળપ્રયોગ કરી શકતી નથી.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, જો પોલીસે ક્યાંક અતિરેક કર્યો હોય, તો તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. સમગ્ર દેશમાં પ્રદર્શનનો સામનો કરવા માટે યુનિફોર્મ ગાઈડલાઈન્સ બનાવવી જોઈએ. બેન્ચના બીજા સભ્ય ન્યાયાધીશ બાગચીએ કહ્યું કે, ભલે ઘાયલ વિદ્યાર્થીઓ હોય કે પોલીસકર્મીઓ, અમે બંને માટે ચિંતિત છીએ. સરકારને પૂછી શકાય છે કે, હિંસક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે પોલીસને હેલ્મેટ અને અન્ય જરૂરી સુરક્ષા ઉપકરણો કેમ આપવામાં આવ્યા નથી.

20 જુલાઈના રોજ સંસદ માર્ચ દરમિયાન દિલ્હીના ઘણા સ્થળોએ, પ્રદર્શનકારીઓ અને દિલ્હી પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. યાચિકામાં કહેવામાં આવ્યું છે કે, પ્રદર્શન દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ સાથે ઘણા સ્થળોએ અતિરેક કર્યો. દિલ્હી પોલીસે ઘણા સ્થળોએ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો અને આંસુ ગેસ છોડ્યા. આ મામલે કનૉટ પ્લેસ પોલીસ સ્ટેશન, સંસદ માર્ગ પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande