
નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસના 650મા જયંતિ વર્ષના અવસર પર. દેશવ્યાપી સમરસતા સંકલ્પ અભિયાન ચલાવવાની ઘોષણા કરી છે. આ અભિયાન 29 જુલાઈ 2026 (ગુરુ પૂર્ણિમા) થી 20 ફેબ્રુઆરી 2027 (માઘ પૂર્ણિમા) સુધી સમગ્ર દેશમાં આયોજિત કરવામાં આવશે.
ભાજપ મુખ્યાલયમાં સોમવારે પત્રકાર પરિષદમાં મહાસચિવ તરુણ ચુગે જણાવ્યું કે, અભિયાનનો ઉદ્દેશ્ય સંત ગુરુ રવિદાસ મહારાજના સમતા, સામાજિક ન્યાય, સેવા, સદ્ભાવ અને સામાજિક સમરસતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો તથા વિકસિત ભારતના નિર્માણમાં સમાજના તમામ વર્ગોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે.
તેમણે જણાવ્યું કે, અભિયાનની શરૂઆત 29 જુલાઈએ સમરસતા દીપ મહોત્સવ થી થશે. આ અવસર પર દેશભરના મંદિરોમાં દીપ પ્રજ્વલન કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. આ ઉપરાંત કલશ વંદન અભિયાન હેઠળ વારાણસી સ્થિત શ્રી ગુરુ રવિદાસ જન્મસ્થળી સીર ગોવર્ધનપુરની પવિત્ર માટીથી ભરેલા કલશ દેશભરના રાજ્યો, જિલ્લાઓ અને ગામડાઓ સુધી પહોંચાડવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, 5 ઓક્ટોબર થી 5 નવેમ્બર 2026 સુધી ડેરા સચખંડ બલ્લાં (જલંધર) થી સીર ગોવર્ધનપુર (વારાણસી) સુધી શ્રી ગુરુ રવિદાસ મહારાજ સમરસતા યાત્રા કાઢવામાં આવશે. યાત્રા દરમિયાન સંત સંમેલન, સમરસતા ગોષ્ઠિઓ, ભજન-કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે.
આ ઉપરાંત 26 નવેમ્બર 2026 થી 15 જાન્યુઆરી 2027 સુધી છાત્રાલયોમાં સમરસતા સંવાદ કાર્યક્રમો આયોજિત કરીને યુવાનોને સંત ગુરુ રવિદાસના જીવન, વિચારો અને સામાજિક સમરસતાના સંદેશથી પરિચિત કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે, સંત ગુરુ રવિદાસનું જીવન અને તેમના વિચારો સામાજિક સમાનતા, આત્મસન્માન અને માનવતાની પ્રેરણા આપે છે. આ અભિયાન ફક્ત કાર્યક્રમોની શૃંખલા નથી, પરંતુ સામાજિક સમરસતા, રાષ્ટ્રીય એકતા અને વિકસિત ભારતના નિર્માણ માટે વ્યાપક જનભાગીદારીનો પ્રયાસ હશે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ