ભાવનગર,27 જુલાઈ (હિ.સ.) પશ્ચિમ રેલવેના અમદાવાદ–વીરમગામ રેલખંડ પર ભારે વરસાદને કારણે પાટા પર પાણી ભરાઈ જવાથી તથા સંચાલન સંબંધિત અવરોધોને કારણે નીચે દર્શાવેલ ટ્રેનોના માર્ગમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે.
માર્ગ બદલાયેલી (Diverted) ટ્રેનો:
22963 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ (27.07.2026)
➤ બદલાયેલ માર્ગ: અમદાવાદ – ગાંધીગ્રામ – બોટાદ
19255 સુરત – મહુવા (27.07.2026)
➤ બદલાયેલ માર્ગ: અમદાવાદ – ગાંધીગ્રામ – બોટાદ
12971 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ (27.07.2026)
➤ બદલાયેલ માર્ગ: અમદાવાદ – ગાંધીગ્રામ – બોટાદ
12972 ભાવનગર ટર્મિનસ – બાંદ્રા ટર્મિનસ (27.07.2026)
➤ બદલાયેલ માર્ગ: બોટાદ – ગાંધીગ્રામ – અમદાવાદ
19256 મહુવા – સુરત (27.07.2026)
➤ બદલાયેલ માર્ગ: બોટાદ – ગાંધીગ્રામ – અમદાવાદ
19260 ભાવનગર ટર્મિનસ – તિરુવનંતપુરમ (28.07.2026)
➤ બદલાયેલ માર્ગ: બોટાદ – ગાંધીગ્રામ – અમદાવાદ
રેલવે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે મુસાફરી શરૂ કરતા પહેલાં પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ NTES, RailOne એપ, IRCTC અથવા રેલવે હેલ્પલાઇન 139 દ્વારા અવશ્ય તપાસી લે.મુસાફરોને થયેલી અસુવિધા બદલ રેલવે પ્રશાસન ખેદ વ્યક્ત કરે છે તથા સહકાર આપવા વિનંતી કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ