નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનો પ્રારંભ
- સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકે હવે પોલિસ સ્ટેશન સુધી નહીં જવું પડે: ઘરબેઠા જ નોંધાશે ‘e-Zero FIR’ ગાંધીનગર, 27 જુલાઈ (હિ.સ.) : સાયબર ફાઇનાન્સિયલ ઠગાઈનો ભોગ બનતા નાગરિકોને ઝડપી, સરળ અને અસરકારક ન્યાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકારે વધુ એક મ
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


- સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકે હવે પોલિસ સ્ટેશન સુધી નહીં જવું પડે: ઘરબેઠા જ નોંધાશે ‘e-Zero FIR’

ગાંધીનગર, 27 જુલાઈ (હિ.સ.) : સાયબર ફાઇનાન્સિયલ ઠગાઈનો ભોગ બનતા નાગરિકોને ઝડપી, સરળ અને અસરકારક ન્યાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ શરૂ કરી છે. ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

આ નવી વ્યવસ્થાથી હવે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને પ્રાથમિક ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર રહેશે નહીં. 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતાની સાથે જ સંબંધિત કેસની e-Zero FIR આપોઆપ તૈયાર થઈ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે, જેથી કાર્યવાહી વધુ ઝડપથી શરૂ થઈ શકશે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ટેકનોલોજીના ઉપયોગ દ્વારા નાગરિકોને ઝડપી અને પારદર્શક પોલીસ સેવા ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસશીલ છે. ‘e-Zero FIR’ વ્યવસ્થાથી સાયબર ફ્રોડના પીડિતોને ઘરબેઠાં જ ફરિયાદ નોંધાવવાની સુવિધા મળશે અને સમયસર કાર્યવાહી થવાથી છેતરાયેલી રકમ બચાવવાની શક્યતા પણ વધશે.

આ નવી વ્યવસ્થાના અસરકારક અમલીકરણ માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ ફિલ્ડ યુનિટોને ગંભીરતા અને સંવેદનશીલતા સાથે કામગીરી કરવાની તથા અરજદારોને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવાની સૂચનાઓ આપી છે.

સાયબર સેન્ટર ઓફ એક્સિલેન્સના આઈજીપી બિપિન આહીરેએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) સાથે સંકલન સાધીને e-Zero FIR પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, 1930 હેલ્પલાઇન પર મળતી સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડની ફરિયાદોના આધારે સિસ્ટમ દ્વારા આપોઆપ Zero FIR જનરેટ થશે અને સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલાશે. ત્યારબાદ પોલીસ અધિકારીઓ ફરિયાદીનો સંપર્ક કરીને જરૂરી વિગતો મેળવી નિયમ મુજબ FIR નોંધશે અને તાત્કાલિક તપાસ શરૂ કરશે.

અમદાવાદના એક રહેવાસી ડિજિટલ અરેસ્ટના નામે સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા હતા. આ મામલે તેમણે રાજ્યની પ્રથમ e-FIR નોંધાવી છે, જેના આધારે સાયબર ક્રાઇમ વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને રૂ. 15.76 લાખથી વધુની રકમ બચાવવામાં સફળતા મેળવી હતી.

આ લોન્ચિંગ કાર્યક્રમમાં ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, રાજ્યના પોલીસ વડા એસ. મલિક, સાયબર ક્રાઇમ સેલના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, I4Cના CEO રાજેશ કુમાર તેમજ રાજ્યના તમામ પોલીસ કમિશનરઓ, તમામ રેન્જ વડા, પોલીસ અધિક્ષકઓ અને સાયબર ક્રાઈમ પોલીસ ઇન્સ્પેક્ટરઓ સહિતના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ GSWAN ટેકનોલોજીના માધ્યમથી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande