સોમનાથ નજીક દરિયાકાંઠે ઊભેલું હરિહર વન બન્યું જીવનભરની યાદ
સોમનાથ,27 જુલાઈ (હિ.સ.) 19 વર્ષપહેલાં નિર્માણ કરનાર અધિકારીઓ દર વર્ષે મુલાકાતે આવે છે.સોમનાથ નજીક દરિયાકાંઠે ઊભેલું હરિહર વન બન્યું જીવનભરની યાદ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે આવેલ હરિહર વનને વર્ષ 2007 માં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.આજે
સોમનાથ નજીક દરિયાકાંઠે ઊભેલું હરિહર


સોમનાથ,27 જુલાઈ (હિ.સ.) 19 વર્ષપહેલાં નિર્માણ કરનાર અધિકારીઓ દર વર્ષે મુલાકાતે આવે છે.સોમનાથ નજીક દરિયાકાંઠે ઊભેલું હરિહર વન બન્યું જીવનભરની યાદ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે આવેલ હરિહર વનને વર્ષ 2007 માં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.આજે 19 વર્ષ બાદ પણ આ વન દરિયા કિનારે જે રીતે ઊભું છે તેની પાછળ જે તે સમયના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ખૂબ મહેનતુ છે.ત્યારે આજના સમયમાં પણ જે તે સમયે ફરજ બજાવનાર અધિકારીઓ દર વર્ષે આ વનની મુલાકાત લઈ અને જાણે એક બાળક્નો ઉછેર કર્યો હોય તેવી અનુભૂતિ કરે છે.

આ અવસરે નિવૃત ફોરેસ્ટ અધિકારી એલ.વી.ચાવડા એ જણાવ્યું હતું કે રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી થવાની હતી ત્યારે ઉપલા અધિકારીના

માર્ગદર્શન હેઠળ આ વનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ વનનું નામકરણ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

અહીં કુલ 13 વન શાસ્ત્રો પ્રમાણે બનાવવામાં આવ્યા છે.આજે આ દરિયાકિનારે બનાવવામાં આવેલ વનમાં અમે સહભાગી થયા હતા તેની ખુશી અમને થાય છે તેથી યાદગીરી રૂપે દર વર્ષે અમો અહીં એકઠા થઈએ છીએ.23 જુલાઈ, 2007 ના દિવસે આ વનનું લોકાર્પણ થયું હતું એટલે 23 જુલાઈ અથવા તો તેની નજીકના દિવસોમાં અમો અહીં ભેગા થઈ સ્મૃતિઓ વાગોળીએ છીએ.ડોડીયા ભાઈ એ અમારા કન્વીનર છે.જે તમામનો સંપર્ક કરી અહીં ભેગા થવા માટે આમંત્રણ આપે છે.

શાસ્ત્રો મુજબ નિર્માણ કરાયું

સોમનાથ નજીક જ દરિયા કિનારે આવેલ આવનમાં કુલ 13 વન છે.જે શાસ્ત્રો પ્રમાણે બનાવવામાં આવ્યા છે અને તેમની વિશેષતા ધરાવતા બોર્ડ પણ લગાડવામાં આવ્યા છે.નોંધનીય છે કે, પ્રવાસીઓ પણ ઘણી વખત આ વનની મુલાકાતે આવતા હોય છે ત્યારે હજુ પણ આ વનની વધુ સારી રીતે માવજત થાય તે જરૂરી છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande