
ગીર સોમનાથ 27 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના મોટા ડેસર એપ્રોચ રોડ પર પેચવર્કની કામગીરી કરાઈ કરવામાં આવી હતી.
માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ ગ્રામ્ય માર્ગો પર વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરી સમારકામ અને જાળવણીની કામગીરી સતત કરવામાં આવી રહી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત, સુગમ અને સતત વાહનવ્યવહાર સુનિશ્ચિત થાય એ હેતુસર માર્ગ અને મકાન પંચાયત વિભાગના ઉના પેટા વિભાગ હસ્તકના મોટા ડેસર એપ્રોચ રોડ પર પેચવર્કની કામગીરી પુરજોશમાં ચાલુ કરવામાં આવી છે.
ઉના તાલુકામાં ભારે વરસાદના કારણે, મોટાડેસર એપ્રોચ પર ગામતળમાં રસ્તાને નુકશાન થયું હતું. વરસાદના વિરામ બાદ માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા રસ્તા પર તાત્કાલિક મેટલ પેચની કામગીરી કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ