લોકસભા અધ્યક્ષ, કેન્દ્રીય ગૃહમંત્રી અને અન્યોએ ડો. એ.પી.જે. અબ્દુલ કલામની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી.
નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.) દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન વૈજ્ઞાનિક અને ભારત રત્ન ડો. એ.પી.જે. અબ્દુલ કલામની પુણ્યતિથિ પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ સહિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ શ્રદ્ધાંજલિ
નમન


નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.) દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન વૈજ્ઞાનિક અને ભારત રત્ન ડો. એ.પી.જે. અબ્દુલ કલામની પુણ્યતિથિ પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ સહિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સૌએ ડો. કલામના વૈજ્ઞાનિક યોગદાન, સાદગીપૂર્ણ જીવન, રાષ્ટ્રસેવા અને યુવાનોને પ્રેરિત કરનારા વ્યક્તિત્વને યાદ કરતા તેમને રાષ્ટ્રનું અમૂલ્ય રત્ન ગણાવ્યા.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, ડો. કલામ વિકસિત, આત્મનિર્ભર અને સશક્ત ભારતના દૂરંદેશી સ્વપ્નદ્રષ્ટા હતા. તેમણે સ્વદેશી મિસાઈલ અને અંતરિક્ષ કાર્યક્રમોને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યા અને જ્ઞાન, અનુશાસન, સાદગી તથા રાષ્ટ્રસેવાને પોતાના જીવનનો આધાર બનાવ્યો. તેમણે ડો. કલામના પ્રસિદ્ધ કથન સપના એ નથી જે ઊંઘમાં આવે છે, સપના એ છે જે તમને ઊંઘવા ન દે નો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ આજે પણ યુવાનોને પોતાના લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહેવાની પ્રેરણા આપે છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે, ડો. કલામને ભારતના અંતરિક્ષ અને મિસાઈલ કાર્યક્રમોના દૂરંદેશી સૂત્રધાર ગણાવતા કહ્યું કે, વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમની અસાધારણ ઉપલબ્ધિઓએ ભારતને એક મજબૂત વ્યૂહાત્મક શક્તિ બનાવવાનો માર્ગ મોકળો કર્યો. તેમણે કહ્યું કે, જનતાના રાષ્ટ્રપતિ તરીકે ડો. કલામ હંમેશા દેશભક્તોના આદર્શ બની રહેશે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે તેમને જનતાના રાષ્ટ્રપતિ, ભારતના મિસાઈલ મેન અને અસાધારણ વૈજ્ઞાનિક ગણાવતા કહ્યું કે ભારતની સ્વદેશી મિસાઈલ અને વ્યૂહાત્મક રક્ષા ક્ષમતાઓને મજબૂત કરવામાં તેમની ભૂમિકા ઐતિહાસિક રહી. તેમણે કહ્યું કે તેમનું સાદગીપૂર્ણ અને ઈમાનદાર જીવન આવનારી પેઢીઓને મોટા સપના જોવા અને રાષ્ટ્રસેવા માટે પ્રેરિત કરતું રહેશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પૂર્વ રાષ્ટ્રપતિ અને 'મિસાઈલ મેન' ડો. કલામને સ્મૃતિ દિવસ પર સાદર અભિવાદન કર્યું. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું કે, ડો. કલામે ભારતને સામરિક અને પરમાણુ પ્રતિરોધક ક્ષમતાના ક્ષેત્રમાં સશક્ત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું. તેમણે અગ્નિ અને પૃથ્વી મિસાઈલ કાર્યક્રમ, એસએલવી-3 ના વિકાસ, રોહિણી ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ તથા પોખરણ-II પરમાણુ પરીક્ષણોમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને યાદ કરતા કહ્યું કે તેમનું જીવન યુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરિત કરતું રહેશે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ડો. કલામને ભારતને પરમાણુ સંપન્ન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મહાન વૈજ્ઞાનિક ગણાવતા શ્રદ્ધાંજલિ અર્પણ કરતા તેમણે કહ્યું કે, તેમના વિચારો અને આદર્શ જીવન યુવા પેઢીનું માર્ગદર્શન કરતા રહેશે. કેન્દ્રીય મંત્રી મનોહર લાલે કહ્યું કે, રાષ્ટ્ર ઉત્થાન માટે સમર્પિત ડો. કલામનું જીવન શિક્ષિત, સશક્ત અને ગૌરવશાળી ભારતના નિર્માણની પ્રેરણા આપતું રહેશે.

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, ડો. કલામે પોતાની દૂરંદેશી, સ્વદેશી મિસાઈલ ટેકનોલોજી અને નવીનતાથી ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી. તેમનું સાદગીપૂર્ણ જીવન અને ઉચ્ચ વિચારો હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા આપતા રહેશે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે, ડો. કલામે ભારતને પરમાણુ શક્તિ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. વિજ્ઞાન, શિક્ષણ અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે તેમનું યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે.

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ડો. કલામને જ્ઞાન, વિજ્ઞાન અને નવીનતાના પ્રતીક ગણાવતા કહ્યું કે તેમના આદર્શો અને કર્મનિષ્ઠ જીવનમાંથી કરોડો યુવાનો પ્રેરણા લેતા રહેશે. આમ આદમી પાર્ટી (આઆપા) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ડો. કલામને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, તેમણે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ જગાડવા અને શિક્ષણના માધ્યમથી વિકસિત ભારતના નિર્માણનું સ્વપ્ન જોયું. તેમણે કહ્યું કે, ડો. કલામ હંમેશા એક શિક્ષક તરીકે યાદ રાખવા માંગતા હતા અને તેમના બતાવેલા માર્ગ પર ચાલીને જ ભારત વિકસિત રાષ્ટ્ર બની શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande