લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર સીટીનો પદગ્રહણ સમારોહ હરસાથ ભવ્ય રીતે યોજાયો
- પ્રમુખ નિલેશ સોનવણે, મંત્રી ચાર્મી પટેલ અને ખજાનચી તરીકે હેમંત પાટીલે પદભાર સંભાળ્યો ભરૂચ, 27 જુલાઈ (હિ.સ.) : લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર સીટી (ડિસ્ટ્રિક્ટ 3232 F2, રીજિયન I, ઝોન I) દ્વારા વર્ષ 2026-2027 માટે નવી ટીમનો પદગ્રહણ સમારોહ હરસાથ અંકલેશ્વ
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર સીટીનો પદગ્રહણ સમારોહ હરસાથ ભવ્ય રીતે યોજાયો


લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર સીટીનો પદગ્રહણ સમારોહ હરસાથ ભવ્ય રીતે યોજાયો


લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર સીટીનો પદગ્રહણ સમારોહ હરસાથ ભવ્ય રીતે યોજાયો


લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર સીટીનો પદગ્રહણ સમારોહ હરસાથ ભવ્ય રીતે યોજાયો


- પ્રમુખ નિલેશ સોનવણે, મંત્રી ચાર્મી પટેલ અને ખજાનચી તરીકે હેમંત પાટીલે પદભાર સંભાળ્યો

ભરૂચ, 27 જુલાઈ (હિ.સ.) : લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર સીટી (ડિસ્ટ્રિક્ટ 3232 F2, રીજિયન I, ઝોન I) દ્વારા વર્ષ 2026-2027 માટે નવી ટીમનો પદગ્રહણ સમારોહ હરસાથ અંકલેશ્વર બેન્ક્વેટ હોલ ખાતે ઉત્સાહભેર અને ભવ્ય વાતાવરણમાં યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત વરિષ્ઠ હોદ્દેદારો અને આમંત્રિત મહેમાનોની હાજરીમાં નવી કાર્યકારી ટીમે વિધિવત રીતે પોતાનો હોદ્દો ગ્રહણ કર્યો હતો.

નવનિયુક્ત પ્રમુખ લાયન નિલેશ સોનવણે અને તેમની ટીમે સેવા, ભાઈચારો અને નેતૃત્વના સંકલ્પ સાથે સમાજસેવાના કાર્યોને વધુ વેગ આપવાની ખાતરી આપી હતી. અપેક્ષા વગર સેવા અને પાઇલટ ઓફ લાયનિઝમ ના સૂત્ર સાથે ક્લબ આગામી વર્ષમાં ફૂડ ફોર હંગર,પર્યાવરણ સરક્ષણ,બાળ જાગૃતિ કાર્યક્રમો, દ્રષ્ટિ સુરક્ષા પ્રકલ્પ, માનવસેવા પ્રકલ્પો, આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ઉત્થાનના ક્ષેત્રે અનેકવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરશે.

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર સિટીના પ્રમુખ તરીકેની આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ, અંકલેશ્વર ખાતે એક રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ સિસ્ટમ દર વર્ષે મોનસૂનમાં અંદાજે 3 લાખ લિટર વરસાદી પાણીનું સંચય કરી શકે છે. આ પાણીનું અંદાજિત વાર્ષિક મૂલ્ય 30 હજાર જેટલું થાય છે.

આ સમારોહમાં લાયન્સ ક્લબના સભ્યો, તેમના પરિવારો તેમજ શહેરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande