મહેસાણામાં 'સમરસતા સંકલ્પ અભિયાન' યાત્રાના સ્વાગતને લઈ ભાજપ કાર્યાલય ખાતે આયોજન બેઠક યોજાઈ
મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ભાજપ કમલમ કાર્યાલય ખાતે તા. 27 જુલાઈ 2026ના રોજ સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના 650મા જયંતી વર્ષ નિમિત્તે આયોજિત સમરસતા સંકલ્પ અભિયાન યાત્રાના મહેસાણા જિલ્લામાં આગમનને લઈને આયોજન બેઠક યોજાઈ હતી.
મહેસાણામાં 'સમરસતા સંકલ્પ અભિયાન' યાત્રાના સ્વાગતને લઈ ભાજપ કાર્યાલય ખાતે આયોજન બેઠક યોજાઈ


મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ભાજપ કમલમ કાર્યાલય ખાતે તા. 27 જુલાઈ 2026ના રોજ સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના 650મા જયંતી વર્ષ નિમિત્તે આયોજિત સમરસતા સંકલ્પ અભિયાન યાત્રાના મહેસાણા જિલ્લામાં આગમનને લઈને આયોજન બેઠક યોજાઈ હતી. વારાણસીથી પ્રારંભ થયેલી આ યાત્રા 02 ઓગસ્ટ 2026ના રોજ મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડા ખાતે પ્રવેશ કરશે. યાત્રાના આગમન સમયે વિવિધ સ્થળોએ ભવ્ય સ્વાગત અને સામાજિક સમરસતાનો સંદેશ આપતા કાર્યક્રમો યોજવા અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં યાત્રાના રૂટ, સ્વાગત સ્થળો, કાર્યકરોની જવાબદારીઓ, જનસંપર્ક અને કાર્યક્રમના સફળ આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ વધુમાં વધુ લોકો યાત્રા સાથે જોડાઈ સમરસતા, સામાજિક એકતા અને સંત ગુરુ રવિદાસ મહારાજના વિચારોનો પ્રચાર-પ્રસાર થાય તે માટે કાર્યકરોને આહ્વાન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ભાજપના જિલ્લા હોદ્દેદારો, વિવિધ મોરચાના પદાધિકારીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાના આગમનને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે દરેક સ્તરે સુચારુ આયોજન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. સંત ગુરુ રવિદાસ મહારાજના સમાનતા, ભાઈચારા અને સમરસતાના સંદેશને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો બેઠકમાં સંકલ્પ લેવામાં આવ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande