મહેસાણા રેલવે પોલીસે ચોરીના બે અનડીટેક્ટ ગુનાઓ ઉકેલ્યા, રૂ.63 હજારનો મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો
મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : મહેસાણા રેલવે પોલીસ સ્ટેશને સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી મહેસાણા તથા અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ચોરીના બે અનડીટેક્ટ ગુનાઓનો સફળ ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી બે મોબાઇ
મહેસાણા રેલવે પોલીસે ચોરીના બે અનડીટેક્ટ ગુનાઓ ઉકેલ્યા, ₹63 હજારનો મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો


મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : મહેસાણા રેલવે પોલીસ સ્ટેશને સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી મહેસાણા તથા અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ચોરીના બે અનડીટેક્ટ ગુનાઓનો સફળ ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી બે મોબાઇલ ફોન, રોકડ રકમ સહિત કુલ ₹63,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસને ચોરીના બનાવોની તપાસ દરમિયાન ઘટનાસ્થળો અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. સાથે જ હ્યુમન સોર્સ દ્વારા મળેલી બાતમીના આધારે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને ઝડપી પાડી તેની પૂછપરછ કરતાં મહેસાણા અને અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાઓમાં સંડોવણી સામે આવી હતી.

આરોપીની પાસેથી ચોરી કરેલા બે મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ મળી કુલ ₹63,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ અન્ય કોઈ ગુનાઓમાં તેની સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે.

મહેસાણા રેલવે પોલીસની આ કામગીરીથી ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલાતા મુસાફરોમાં સુરક્ષાની લાગણી મજબૂત બની છે. પોલીસે મુસાફરોને પોતાના કિંમતી સામાનની તકેદારી રાખવા અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande