વિસનગરના ઋષિવનમાં 10 લીલીના છોડમાંથી તૈયાર થયા 30 હજારથી વધુ નવા છોડ, પર્યાવરણ સંરક્ષણનો અનોખો પ્રયાસ
મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા વિસનગરના ઋષિવન ખાતે ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ગ્રીન એમ્બેસેડર અને પર્યાવરણપ્રેમી જીતુભાઈ તિરુપતિએ અનોખી પહેલ કરી છે. તેમણે વેસ્ટમાંથી બેસ્ટની ટેકનિક અપનાવી માત્ર
વિસનગરના ઋષિવનમાં 10 લીલીના છોડમાંથી તૈયાર થયા 30 હજારથી વધુ નવા છોડ, પર્યાવરણ સંરક્ષણનો અનોખો પ્રયાસ


મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા વિસનગરના ઋષિવન ખાતે ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ગ્રીન એમ્બેસેડર અને પર્યાવરણપ્રેમી જીતુભાઈ તિરુપતિએ અનોખી પહેલ કરી છે. તેમણે વેસ્ટમાંથી બેસ્ટની ટેકનિક અપનાવી માત્ર 10 લીલીના છોડમાંથી 30,000થી વધુ નવા છોડ તૈયાર કરીને પર્યાવરણ સંરક્ષણનો ઉત્તમ સંદેશ આપ્યો છે.

જીતુભાઈ તિરુપતિ અને બાબુ વનબંધુના સંયુક્ત પ્રયાસોથી લીલીના છોડના મૂળમાંથી નીકળતા નવા અંકુરો દ્વારા કુદરતી રીતે હજારો નવા છોડ તૈયાર કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં જ આશરે 1,000 નવા છોડનું રોપણ કરવામાં આવ્યું છે. લીલીનો છોડ ઓછા ખર્ચે સરળતાથી ઉછેરી શકાય છે અને ઘરની અંદર પણ સારી રીતે વિકસે છે.

જીતુભાઈ તિરુપતિએ જણાવ્યું કે લીલીના છોડને વધુ તડકાની જરૂર પડતી નથી અને તે ઘરમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવવામાં મદદરૂપ બને છે. ગ્લોબલ વોર્મિંગ અને વધતી ગરમી સામે લડવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ જ સૌથી અસરકારક ઉપાય હોવાનું તેમણે જણાવ્યું.

તેમણે યુવાનોને માત્ર નોકરી સુધી મર્યાદિત ન રહી પ્રકૃતિ સાથે જોડાવા અપીલ કરી હતી. સાથે જ ખેડૂતોને સરકારની મફત છોડ વિતરણ યોજનાનો લાભ લઈ ખેતરના શેઢા-પાળા પર વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે વર્ષ દરમિયાન ચોમાસાના અંદાજે 15 દિવસ વૃક્ષારોપણ માટે ફાળવવામાં આવે તો હરિયાળું અને સ્વસ્થ પર્યાવરણ નિર્માણમાં મહત્વનું યોગદાન આપી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande