બાગાયત ખાતાની બે નવી યોજનાઓ માટે, અરજીની મુદત 15 ઓગસ્ટ સુધી લંબાઈ
મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. બાગાયત ખાતાની વર્ષ 2026-27ની બે નવી યોજનાઓનો લાભ વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તે હેતુથી આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 24 જુલાઈથી વધારીને હવે 15 ઓગસ્
બાગાયત ખાતાની બે નવી યોજનાઓ માટે અરજીની મુદત 15 ઓગસ્ટ સુધી લંબાઈ


મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.)

મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. બાગાયત ખાતાની વર્ષ 2026-27ની બે નવી યોજનાઓનો લાભ વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તે હેતુથી આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 24 જુલાઈથી વધારીને હવે 15 ઓગસ્ટ, 2026 કરવામાં આવી છે. આ અંગે નાયબ બાગાયત નિયામકે માહિતી આપી છે.

આ વિસ્તૃત સમયગાળામાં ખેડૂતો ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ તેમજ બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવાની યોજના માટે અરજી કરી શકશે.

ફિલ્ડ કવર યોજના હેઠળ પ્રતિ હેક્ટર 40 ટકા અથવા વધુમાં વધુ ₹2 લાખ સુધી સહાય મળવાપાત્ર છે. જ્યારે બહુસ્તરીય ફળપાક યોજના હેઠળ પાકવાર નિયત થયેલા રોપા-કલમોના ખર્ચ તેમજ પ્રતિ હેક્ટર ₹10,000 સુધી વાવેતર ખર્ચ માટે સહાય આપવામાં આવશે. યોજનામાં ઓછામાં ઓછા 500 અને વધુમાં વધુ 2,600 રોપા અથવા કલમોના વાવેતર પર સહાય મળશે.

અરજી કરતા પહેલાં ખેડૂતો માટે નવા આઈ-ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in� પર આધાર ઓથેન્ટિકેશન કરાવવું ફરજિયાત છે. અરજી પૂર્ણ થયા બાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે અને તેની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે. મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમિટ કરતી વખતે જરૂરી દસ્તાવેજો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, બહુમાળી ભવન, મહેસાણા ખાતે જમા કરાવવાના રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande